જામનગરમાં રહેવું ગમતું ન હોવાથી બંગાળી પરિણીતાએ ગળાફાંસો ખાઇ લીધો

જીવાપરમાં એક પરિવાર ઉપર પાઇપ-ધોકાથી હુમલો થતાં તમામને ઇજા : દરેડની
       તરુણીનું અપહરણ
જામનગર,તા.10 : જામનગરમાં પટેલ કોલોની શેરી નં.12માં ત્રિવેણી એપાર્ટમેન્ટમાં રહેતી અમૃતિબેન પ્રકાશભાઇ શાદા નામની 34 વર્ષની બંગાળી યુવતીએ પોતાના ઘેર પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેનું મૃત્યુ નીપજયું હતું.
આ યુવતીને જામનગરમાં રહેવું ગમતું નહોતું અને તેના પતિને બીજી નોકરી શોધીને અન્ય ગામે રહેવા જવાનું કહેતી હતી. પરંતુ તેમ નહીં થતાં તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
જામનગર તાલુકાના જીવાપર ગામે રહેતા અને ઇંટો વેંચવાનો ધંધો કરતા દાનાભાઇ ગાગાભાઇ પરમાર (ઉ.42) તથા તેના પરિવારના વિજય, રાહુલ, રમીલાબેન તથા નીતુબેન ઉપર આ જ ગામના સુનિલ હરિભાઇ કટારીયા, મિલન હરીભઇ, હરીભાઇ ખીમાભાઇ સહિત સાત વ્યકિતઓએ લોખંડના પાઇપ પાવડા- ધોકા વડે હુમલો કરી નાની મોટી ઇજા પહોંચાડયાની ફરીયાદ પોલીસ સમક્ષ નોંધાઇ છે. દાનાભાઇ તથા વિજયને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આરોપી પણ ઇંટોનો ધંધો કરે છે અને તેના મજુરો કામ છોડીને ચાલ્યા જતાં ફરીયાદીએ ખોટી વાતો કરી મજુરોને ભગાડી મુકયા હોવાની શંકા રાખી આ હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અપહરણ : દરેડ ગામે રહેતા મુળ મધ્યપ્રદેશના પાવન પ્રતાપસિંઘ જાટે પતાની સગીર બહેનનું ફતેહપુરનો સુનિલ છોટે જાટ નામનો શખસ પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ગયાની ફરીયાદ પોલીસ સમક્ષ નોંધાવી છે.ા]
------------
મોડાસાના ટીંટોઇ નજીક હિટ એન્ડ રન: કાર અડફેટે બાઇક સવારનું મૃત્યુ: 2 ઘાયલ
3 મિત્રો લગ્ન પ્રસંગમાં જતા’તા ત્યારે થયો અકસ્માત
મોડાસા, તા.10: અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકના ત્રણ મિત્રો લગ્ન પ્રસંગે હાજરી આપવા જતા હતા ત્યારે ટીંટોઇ નજીક એક કાર ચાલકે બાઇકને અડફેટે લેતા એક બાઇક ચાલકનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે દવાખાને ખસેડાયા છે.
મોડાસા પંથકનાં કુસકી ગામનાન 3 યુવાનો ભરત ડાયા પરમાર (ઉ.વ.22), ચંદ્રકાન્ત વીરા મકવાણા અને જયપાલ દિનેશ મકવાણા, ટીંટોઇ ગામે એક મિત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા હતા ત્યારે રાત્રીનાં ટીંટોઇ નજીક એક કાર ચાલકે બાઇકને અડફેટે લઇ નાશી છૂટયો હતો.
બનાવ સમયે ત્રણેયને સારવાર માટે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ભરતનું મૃત્યુ થયું હતું. જ્યારે ચંદ્રકાન્ત અને જયપાલને સારવાર અપાઇ રહી છે.
યોગેશ ડાયા પરમારની ફરિયાદ પરથી પોલીસે હિટ એન્ડ રનની ઘટના સર્જનાર અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer