‘વુમનિયા’ અભેરાઇ પર નહીં: ટાઇટલ બદલાયું ‘સાંડ કી આંખ’

‘વુમનિયા’ અભેરાઇ પર નહીં: ટાઇટલ બદલાયું ‘સાંડ કી આંખ’
અનુરાગ કશ્યપની બહુચર્ચિત આગામી ફિલ્મ વુમનિયાની યોજના પડતી મુક્યાના સમાચાર હતા પણ હવે આજે આ ફિલ્મ વિશે નવી વાત સામે આવી છે. જે બીજા કોઇએ નહીં પણ આ ફિલ્મમાં કામ કરનાર હીરોઇન ભૂમિ પેંડણેકરે જાહેર કરી છે. ભૂમિએ કહ્યંy છે કે વુમનિયા અભેરાઇ પણ ગઇ નથી. હવે આ ફિલ્મનું નામ બદલીને ‘સાંડ કી આંખ’ ફાઇનલ થયું છે. હું અને તાપસી પન્નુ આ ફિલ્મ કરી રહ્યા છીએ. અનુરાગ કશ્યપે આ ફિલ્મનું ડાયરેક્શન તુષાર હીરાનંદાનીને સોંપ્યું છે. સાંડ કી આંખ ફિલ્મ યુપીની વૃદ્ધ શાર્પશૂટર ચંદ્રો અને પ્રાક્ષી તોમર પર આધારિત છે. સાંડ કી આંખ ફિલ્મનું શૂટિંગ 10 માર્ચથી શરૂ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer