‘તાંત્રિક’માં સૈફ સાથે ફાતિમા

‘તાંત્રિક’માં સૈફ સાથે ફાતિમા
- કોમેડી ફિલ્મ ‘તાંત્રિક’માં સૈફઅલી ખાન મુખ્ય ભૂમિકામાં હશે. તેની સામે હીરોઇન તરીકે દગંલ ગર્લ ફાતિમા સના શેખ ફાઇનલ થઇ છે. તાંત્રિક નામની ફિલ્મનું નિર્દેશન પવન કૃપલાણી સંભાળશે. આ પહેલા તેઓ રાગિણી એમએમએસ અને ફોબિયા જેવી બોલ્ડ અને હોરર ફિલ્મ બનાવી ચૂક્યા છે. ફાતિમા શેખ હાલ અનુરાગ બસૂની એક અનામ ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે કામ કરી રહી છે. તે અજય દેવગણ અને સંજય દત્ત સાથે ઐતિહાસિક પીરિયડ ડ્રામા ફિલ્મ તાનાજીમાં પણ નજરે પડવાની છે. ફાતિમાની આખરી ફિલ્મ આમિર અને અમિતાભ સાથે બિગ બજેટની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન હતી જે સુપર ફલોપ રહી હતી. સૈફની પાછલી કેટલીક ફિલ્મો શેફ અને બાજાર સફળ રહી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer