ધોની 300 ટી-20 મેચ રમનારો પહેલો ભારતીય ખેલાડી

ધોની 300 ટી-20 મેચ રમનારો પહેલો ભારતીય ખેલાડી
નવી દિલ્હી, તા.10: મહેન્દ્રસિંહ ધોનીએ આજે વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. ન્યુઝિલેન્ડ સામે હેમિલ્ટનમાં ત્રીજા ટી-20 મેચમાં મેદાને પડવા સાથે ધોની ટી-20 ફોર્મેટમાં 300 મેચ રમનારો પહેલો ભારતીય ખેલાડી બન્યો છે. ધોની કુલ મળીને 300 ટી-20 મેચ રમનારો વિશ્વનો 12 ક્રિકેટર બન્યો છે. ધોનીએ ટી-20 કેરિયરમાં કુલ 6136 રન બનાવ્યા છે. તેની સરેરાશ 38.3પ છે. જેમાં 23 અર્ધસદી છે. રોહિત શર્મા ટી-20 ફોર્મેટના કુલ 298 મેચ રમી ચુક્યો છે. વેસ્ટ ઇન્ડિઝનો કાયરન પોલાર્ડ 446 ટી-20 મેચ રમી પહેલા સ્થાને છે. તેના નામે એક સદી અને 43 ફીફટી છે. 300મા ટી-20 મેચમાં ધોની ફક્ત બે રન જ કરી શક્યો હતો.
------------
સ્ટોક્સ-બટલરની અર્ધસદીથી
ત્રીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડના 277
સેંટ લૂસિયા તા.10: ખરાબ શરૂઆત બાદ ત્રીજા ટેસ્ટમાં બેન સ્ટોકસ અને જોશ બટલરની અર્ધ સદીની મદદથી ઇંગ્લેન્ડના વેસ્ટ ઇન્ડિઝના પહેલા દાવમાં 277 રને ઓલઆઉટ થઈ હતી. રોચે 4 વિકેટ લીધી હતી. ગઇકાલે જયારે પહેલા દિવસની રમત બંધ રહી ત્યારે ઇંગ્લેન્ડના 4 વિકેટે 231 રન હતા. બટલર 67 અને સ્ટોકસ 62 રને નોટઆઉટ રહયા હતા. આજે બીજા દિવસની રમતના પ્રારંભે બટલર 67 અને સ્ટોકસ 71 રને આઉટ થઇ ગયા હતા. આ બન્ને વચ્ચે પાંચમી વિકેટમાં 12પ રનની ભાગીદારી થઇ હતી. ગઇકાલે મેચના પહેલા દિવસે સ્ટોકસ જોસેફના દડામાં આઉટ થયો હતો. આથી સ્ટોકસ ક્રિઝ છોડી ચૂકયો હતો. બાદમાં નો-બોલ જાહેર થતાં અમ્પાયરે તેને પાછો બોલાવ્યો હતો. ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ચમત્કારિક દેખાવ કરીને 2-0થી આગળ ચાલી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer