કિવિઝનો 2-1થી શ્રેણી વિજય: ત્રીજા T-20માં ભારતની 4 રને હાર

કિવિઝનો 2-1થી શ્રેણી વિજય: ત્રીજા T-20માં ભારતની 4 રને હાર
મેન ઓફ ધ મેચ મૂનરોની 5 ચોક્કા,
5 છક્કાથી 72 રનની આતશી ઇનિંગ
 ન્યુઝીલેન્ડ 20 ઓવર 4/212: ભારત 20 ઓવર 6/208
હેમિલ્ટન તા.10: છેલ્લી ઓવર સુધીની રસાકસી બાદ ત્રીજા અને નિર્ણાયક ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાનો 4 રને પરાજય થયો હતો. આથી ન્યુઝીલેન્ડની ટીમે 2-1થી શ્રેણી જીતી લીધી છે. પહેલો દાવ લેનાર કિવિ ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 212 રનનો જંગી જુમલો ખડકયો હતો. 213 રનના કઠિન વિજય લક્ષ્યાંક સામે ટીમ ઇન્ડિયા 20 ઓવરના અંતે 6 વિકેટે 208 રન પર અટકી હતી. વન ડે શ્રેણીમાં 4-1થી જીત હાંસલ કરનાર ટીમ ઇન્ડિયાને ટી-20 શ્રેણીમાં 1-2થી હાર સહન કરવી પડી છે. 40 દડામાં પ ચોકકા અને પ છકકાથી આતશી 72 રન કરનાર કિવિ ઓપનર કોલિન મૂનરો મેન ઓફ ધ મેચ અને ટિમ સેફર્ટ મેન ઓફ ધ સિરિઝ બન્યા હતા. સતત 10 ટી-20 શ્રેણીથી અજેય રહેનાર ટીમ ઇન્ડિયાનો આ ક્રમ આજે તૂટયો હતો.
 ભારત તરફથી સુકાની રોહિત શર્માએ 32 દડામાં 3 ચોકકાથી 38, વિજય શંકરે 28 દડામાં પ ચોકકા અને 2 છકકાથી 43, રિષભ પંતે 12 દડામાં 3 છકકાથી 28, હાર્દિકે 11 દડામાં 2 છકકાથી 21 રન કર્યાં હતા. રોહિત અને શંકર વચ્ચે બીજી વિકેટમાં 7પ રનની ભાગીદારી થઇ હતી. આખરી તબકકામાં દિનેશ કાર્તિક અને કુણાલ પંડયાએ સાહસિક ઢબે લક્ષ્યાંકનો પીછો કર્યોં હતો, પણ તેઓ જીતથી પ રન છેટા રહી ગયા હતા. કાર્તિકે 16 દડામાં 4 છકકાથી અણનમ 33 અને કુણાલે 13 દડામાં 2 છકકા-2 ચોકકાથી અણનમ 26 રન કર્યાં હતા. આ બન્ને વચ્ચે 34 દડામાં આક્રમક 63 રનની ભાગીદારી થઇ હતી. આખરી ઓવરમાં જીત માટે ભારતને 16 અને ટાઇ માટે 1પ રનની જરૂર હતી, પણ 11 રન જ થયા હતા. આથી 4 રને નજીકની હાર મળી હતી. ન્યુઝીલેન્ડ તરફથી સેંટનર અને ડેરિલ મિચેલે 2-2 વિકેટ લીધી હતી.
આ પહેલા ન્યુઝીલેન્ડે આક્રમક શરૂઆત કરી હતી અને ભારતીય બોલિંગને છિન્નભિન્ન કરી દીધી હતી. મૂનરો અને સેફર્ટ વચ્ચે પહેલી વિકેટમાં 46 દડામાં 80 રનની ભાગીદારી થઇ હતી. સેફર્ટ 2પ દડામાં 3 ચોકકા-3 છકકાથી 43 રને કુલદિપનો શિકાર બન્યો હતો. જયારે મૂનરોએ માત્ર 40 દડામાં પ ચોકકા-પ છકકાથી 72 રન ફટકારીને રન રમખાણ સજર્યું હતું. વિલિયમ્સને અને ગ્રેન્ડહોમે પણ આક્રમક બેટિંગ કરીને અનુક્રમે 27 અને 30 રન બનાવ્યા હતા. દિશા ચૂકી જનાર ભારતીય બોલરોનો લાભ લઇને મિચેલ 19 અને ટેલર 14 રને નોટઆઉટ રહયા હતા. આથી 20 ઓવરના અંતે કિવિઝના 4 વિકેટે 212 રન બન્યા હતા. ભારતના તમામ બોલર ખર્ચાળ સાબિત થયા હતા. સૌથી વધુ પ9 રન કુણાલે તેની 4 ઓવરમાં આપ્યા હતા. એક માત્ર કુલદિપે 26 રનમાં 2 વિકેટ લીધી હતી અને સારો દેખાવ કર્યોં હતો.
સ્કોરબોર્ડ : ન્યુઝીલેન્ડ ઈનિંગ્સ : શેફર્ટ કો.ધોની બો.કુલદીપ 43, મુનરો કો. હાર્દિક બો.કુલદીપ 72, વિલિયમસન કો.કુલદીપ બો.અહેમદ 27, ગ્રાન્ડહોમ કો.ધોની બો.કુમાર 30, મિશેલ અણનમ 19, ટેલર અણનમ 14, વધારાના 07, કુલ (20 ઓવરમાં 4 વિકેટે) 212, વિકેટ: 1-80, 2-135, 3-150, 4-193. બાલિંગ: કુમાર : 4-0-37-1, અહેમદ : 4-0-47-1, હાર્દિક : 4-0-44-0, કૃણાલ પંડયા : 4-0-54-0, કુલદીપ : 4-0-26-2.
ભારત ઈનિંગ્સ : ધવન કો.મિશેલ બો.સેન્ટનર 05, રોહિત શર્મા કો.શેફર્ટ બો.મિશેલ 38, શંકર કો. ગ્રાન્ડહોમ બો.સેન્ટનર 43, પંત કો.વિલિયમસન બો.ટીકનર 28, હાર્દિક કો.વિલિયમસન બો.કુગલેન 21, ધોની કો.સાઉથી બો.મિશેલ 02, કાર્તિક અણનમ 33, પંડયા અણનમ 26, વધારાના 12, કુલ (20 ઓવરમાં 6 વિકેટે) 208, વિકેટ: 1-6, 2-81, 3-121, 4-141, 5-145, 6-145. બાલિંગ: સેન્ટનર : 3-0-32-2, સાઉથી : 4-0-47-0, કુગેલિન : 4-0-37-1, ટીકનર : 4-0-34-1,સોઢી : 2-0-
30-0, મિશેલ : 3-0-27-2.
-------------
ટીમ ઇન્ડિયાનો 10 શ્રેણી બાદ પરાજય
પાછલી 10 શ્રેણીથી અપરાજિત ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામેની હારથી પાકિસ્તાનની ટીમના રેકોર્ડની બરાબરી કરવાનું ચૂકી હતી. ભારતને ન્યુઝીલેન્ડને હાર આપી સતત 11 ટી-20 શ્રેણી જીતનો રેકોર્ડ કરવાની તક હતી. ટીમ ઇન્ડિયાએ 2017થી આ શ્રેણી પૂર્વે 10 ટી-20 શ્રેણી રમી હતી. જેમાં તેને 8માં જીત મળી હતી અને બે શ્રેણી ડ્રો રહી હતી. ભારતનું વિજય અભિયાન 2017માં શ્રીલંકા સામેની જીતથી શરૂ થયું હતું. જે આજે કિવિ ટીમે થંભાવ્યું છે. પાક. ટીમ ટી-20 વિશ્વ કપ બાદ તાજેતરમાં પહેલીવાર દ. આફ્રિકા સામે 1-2થી હારી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer