પોલીસનો રમતોત્સવ: 460 ખેલાડીએ ભાગ લીધો

પોલીસનો રમતોત્સવ: 460 ખેલાડીએ ભાગ લીધો
બેસ્ટ એથ્લેટ મહિલામાં નેહલ મકવાણા, પુરુષમાં રાહુલ જળુ અને  ભુપત સોઢા જાહેર
રાજકોટ, તા. 10: રાજકોટ શહેર પોલીસના વાર્ષિક રમત મહોત્સવમાં 460 જેટલા  પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ પરિવારના બાળકોએ ભાગ લીધો હતો.
શહેર પોલીસનો વાર્ષિક રમતોત્સવ તા. 4થી 10 દરમિયાન યોજાયો હતો. જેમાં એસીપી ઝોનવાઇઝ પોલીસ અધિકારીઓ, કર્મચારી અને પરિવારના બાળકોએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં પુરૂષો અને મહિલાઓ માટે 100 મીટર, 200 મીટર, શોર્ટ પુટ, જવેલીન થ્રો, ડીસ્કસ  થ્રો, લોંગ જમ્પ, રીલે, વોલીબોલ, કબડ્ડી, રસ્સાખેંચ સહિતની રમતો રમાઇ હતી. આ હરીફાઇ આઠ વ્યકિતગત અને ત્રણ ટીમ ઇવેન્ટમાં યોજાઇ હતી. જેમાં 300 પુરૂષ, 100 મહિલા અને 60 જેટલા પોલીસ પરિવારના બાળકોએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં 100,200 મીટર દોડ, શોર્ટ પુટ, જવેલીન થ્રો, ડીસ્ક થ્રો અને લોંગ જમ્પમાં પ્રથમ નંબર મેળવનાર ટ્રાફિક શાખાની નેહલ મકવાણાને બેસ્ટ એથ્લેટ, રાહુલ જળુને બેસ્ટ એથ્લેટ અને 50થી વધુ ઉંમરના ભુપતભાઇ સોઢાને બેસ્ટ એથ્લેટ જાહેર કરાયા હતાં. આ ઉપરાંત રસ્સા ખેંચ સ્પર્ધામાં ક્રાઇમ બ્રાંચની ટીમ અને  વોલીબોલમાં ટ્રાફિક શાખાની ટીમ વિજેતા બની હતી. ડીસ્ક થ્રોમાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ કે.કે.જાડેજા, જવેલીન થ્રોમાં યુ.બી. જોગરાણા અને લોંગ જમ્પમાં પ્રદીપસિંહ વિક્રમસિંહ વિજેતા બન્યા હતાં. તમામ ખેલાડીઓને પોલીસ કમિશનર અગ્રવાલ અને સંયુકત કમિશનર સિધ્ધાર્થ ખત્રીના હસ્તે સન્માનિત કરાયા હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer