ઓખા-પ્રયાગરાજ વચ્ચે કુંભ મેળા સ્પે. ટ્રેન મુકાઈ

10 ફેબ્રુ. અને 3જી માર્ચે દોડશે વિશેષ ટ્રેન,
            13મી જાન્યુ.થી બુકિંગ
રાજકોટ, તા. 10: અલ્હાબાદમાં કુંભમેળાની તૈયારીઓ ચરમ પર છે. દર 1ર વર્ષે યોજાતા કુંભમેળાનું ભારતભરમાં આગવું મહત્ત્વ રહેલું છે. ત્યારે વેસ્ટર્ન રેલવેએ શ્રધ્ધાળુઓની ભાવનાને ધ્યાને રાખતા પશ્ચિમ રેલવે દ્વારા ઓખા- પ્રયાગરાજ (અલ્હાબાદ) વચ્ચે કુંભમેળા માટે વિશેષ ભાડા સાથે સ્પેશ્યલ ટ્રેનની બે ટ્રિપ દોડાવવા આયોજન કર્યું છે.
ઓખા- પ્રયાગરાજ વિશેષ ટ્રેન નં 09પ71 10મી ફેબ્રુઆરી તથા ત્રીજી માર્ચે રવિવારે ઓખાથી સવારે 7 : 30 કલાકે રવાના થઈ 1ર : ર0 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન મંગળવારે સવારે 4 : પ0 કલાકે અલ્હાબાદ પહોંચશે. પરતમાં ટ્રેન 09પ7ર પ્રયાગરાજ-ઓખા વિશેષ ટ્રેન 1ર ફેબ્રુઆરી તથા પ માર્ચ મંગળવારે પ્રયાગરાજથી સાંજે 16 કલાકે રવાના થઈ ગુરૂવારે 1 : 10 કલાકે રાજકોટ, રાત્રે ર : ર8 કલાકે જામનગર અને સવારે 6 કલાકે ઓખા પહોંચશે.
ઓખા-પ્રયાગરાજ ટ્રેન નં. 09પ71નું રીઝર્વેશન રેલવેના દરેક આરક્ષણ કેન્દ્ર પરથી 13મી જાન્યુઆરીથી શરૂ થશે.
હાપા-સાંત્રાગાછી એસી સ્પે. ટ્રેન રદ
ખાસ ભાડા સાથે જાહેર થયેલી હાપા-સાંત્રાગાછી વિકલી એસી સ્પેશ્યલ સુપરફાસ્ટ ટ્રેન તા. 11મી જાન્યુઆરીથી રપમી ફેબ્રુઆરી વચ્ચે રેલવે દ્વારા જાહેર કરાઈ હતી. આ સ્પેશ્યલ ટ્રેનની દરેક ટ્રિપ રદ કરવામાં આવી છે. રેલવે દ્વારા એકાએક ટ્રેનની ટ્રિપ રદ કરવામાં આવતા મુસાફરોને ભારે હેરાનગતિ ભોગવવાનો વખત આવ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer