ઉનાના ધારાસભ્ય વંશને ફોન પર ધમકી આપી ગાળો ભાંડી!

પ્રાઇવેટ નંબર પરથી આવેલાં ફોન અંગે ગાંધીનગર પોલીસમાં રાવ
કમલેશ જુમાણી
ઉના, તા.10 : કોંગ્રેસના ઉના બેઠકના ધારાસભ્ય પુંજાભાઇ વંશને અજાણી વ્યક્તિએ પ્રાઇવેટ નંબરથી કોલ કરી ધમકીભર્યા અંદાજમાં ગાળો આપી હોવાની ફરિયાદ ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
પોલીસ ફરિયાદમાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઇ ભીમાભાઇ વંશે જણાવ્યું છે કે તેઓ ગત તા.3 જાન્યુઆરી 2019ના રોજ સવારે ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાને હતા ત્યારે સવારે 6 વાગ્યે એક પ્રાઇવેટ નંબરથી તેમના મોબાઇલ પર ફોન આવ્યો હતો. આ કોલ રિસિવ કરતા સામેવાળી વ્યક્તિએ ધમકીભર્યા સ્વરમાં જેમ ફાવે તેમ અભદ્ર અને બિભત્સ ગાળો બોલી હતી. જેથી તેમણે કોલ કટ કરી નાખ્યો હતો. જ્યાર બાદ તે જ દિવસે સમયાંતરે બે વખત પ્રાઇવેટ નંબરથી કોલ આવ્યો હતો પણ તેમને આ કોલ રિસિવ કર્યો ન હતેં. આ ઘટના અંગે તેમણે પોતાના લેટર પેડ પર એક અરજી આપી હતી અને તેઓ પોતાના મતવિસ્તાર ઉના ગયા હતા. આ દરમિયાન તા. 4 જાન્યુઆરી 2019ના રોજ પણ આ જ પ્રાઇવેટ નંબરથી તેમને કેટલાક કોલ (જુઓ પાનું 10)
આવ્યા હતાં પરંતુ તેમણે તે કોલ રિસિવ કર્યા ન હતા. તેમને શંકા છે કે આ કોલ કોઈ બદઇરાદાથી અને શારીરિક તથા અન્ય રીતે નુકશાન પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યા છે. જો કે પુંજાભાઇએ તેમની ફરિયાદમાં કોઈપણ વ્યક્તિ પર શંકા ન હોવાનું પણ જણાવ્યું છે અને અજાણ્યા શખસને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરે છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer