કારનું ટાયર બદલી રહ્યા હતા ત્યારે ટેન્કરરૂપી કાળ ભેટી ગયો

કારનું ટાયર બદલી રહ્યા હતા ત્યારે ટેન્કરરૂપી કાળ ભેટી ગયો
ચોટીલા/વઢવાણ, તા.10: ચોટીલા નજીકના બામણબોર બાયપાસ પાસે ટેન્કરની ઠોકરે ચડી જવાથી કારનું ટાયર બદલી રહેલ સુરતની બે વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં.
સુરતમાં રહેતાં પટેલ વિનુભાઇ નાનજીભાઇ સાવલિયા, રણજીતભાઇ જીવાભાઇ બડમલિયા અને કંચનબહેન રમેશભાઇ સાવલિયા સ્વિફટ કારમાં રાજકોટ જઇ રહ્યા હતા ત્યારે બામણબોર બાયપાસ પાસે કારમાં પંચર પડયું હતું. આથી વિનુભાઇ અને રણજીતભાઇ કારનું ટાયર બદલાવી રહ્યા હતા ત્યારે માંતેલ સાંઢની જેમ ધસી આવેલા ટેન્કરે એ બન્નેને અડફેટે લીધા હતા. ટેન્કરની ઠોકર લાગતા બન્નેના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં. આ બનાવ અંગે કંચનબહેન રમેશભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ પરમાર અને જમાદાર કેશાભાઇએ તપાસ હાથ ધરી હતી.
 
�� અધિક્ષક ડો.પંકજ બુચ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમણે સમજાવટ કરી હતી અને તપાસ સમિતિની રચના કરવાની તથા કોઈ બેદરકારી હશે તો પગલાં લેવાશે તેવી ખાતરી આપતા મામલો થાળે પડયો હતો. યુવતીના જીવિત બાળકને સારવાર માટે ન્યુ બેબી બોર્ન વોર્ડમાં રખાયું છે.
બામણબોર બાયપાસ પાસે ટેન્કરની ઠોકરે ચડી જવાથી સુરતની બે વ્યક્તિનાં મૃત્યુ

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer