જામનગરમાં બાળકના જન્મ બાદ યુવતીનું મૃત્યુ: તબીબી બેદરકારીનો આક્ષેપ

જામનગરમાં બાળકના જન્મ બાદ યુવતીનું મૃત્યુ: તબીબી બેદરકારીનો આક્ષેપ
જામનગર, તા.10 : જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આજે બાળકને જન્મ આપ્યા બાદ યુવતીનું મૃત્યુ નીપજતાં તેના પરિવારજનોએ તબીબી બેદરકારીનો આક્ષેપ
કર્યો છે.
ગાંધીનગર વિસ્તારમાં રહેતી ભારતીબેન લોકેશભાઈ ચંદનાણીને પ્રસૂતિ માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. બાળકને જન્મ આપ્યા બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આથી પરિવારજનોએ રોષ વ્યક્ત કરી તબીબી બેદરકારીના કારણે યુવતીનું મૃત્યુ નીપજ્યાનો આક્ષેપ કરી લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો. એવો આક્ષેપ થયો છે કે પરિવારજનોએ સીઝેરિયન કરવાનું જણાવ્યું હતું પરંતુ તબીબી અભિપ્રાય એવો થયો હતો કે તેની જરૂર નથી.
આ ઘટનાના અનુસંધાને તબીબી અધિક્ષક ડો.પંકજ બુચ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમણે સમજાવટ કરી હતી અને તપાસ સમિતિની રચના કરવાની તથા કોઈ બેદરકારી હશે તો પગલાં લેવાશે તેવી ખાતરી આપતા મામલો થાળે પડયો હતો. યુવતીના જીવિત બાળકને સારવાર માટે ન્યુ બેબી બોર્ન વોર્ડમાં રખાયું છે.
બામણબોર બાયપાસ પાસે ટેન્કરની ઠોકરે ચડી જવાથી સુરતની બે વ્યક્તિનાં મૃત્યુ

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer