બોગસ કંપનીઓ પર કસાશે લગામ

બોગસ કંપનીઓ પર કસાશે લગામ
કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરી, કંપની ફાઇલિંગ સાથે જોડવાની સરકાર દ્વારા કવાયત
નવી દિલ્હી, તા. 10 : બોગસ, બનાવટી કંપનીઓ પર લગામ કસવાના અભિયાન તળે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનું કોર્પોરેટ બાબતોનું મંત્રાલય ટૂંક સમયમાં કંપનીઓ માટે પોતાના ગ્રાહકોને જાણો (કેવાયસી) પ્રક્રિયા શરૂ કરશે.
આ પ્રક્રિયા તળે તમામ કંપનીઓ માટે તેના તમામ પ્રમુખ અધિકારી, કર્મચારીઓની વિગતો રજૂ કરવી એ ફરજિયાત બનશે. ચાલુ મહિને જ આ કવાયત શરૂ થઇ શકે છે તેવું એક અધિકારીએ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બનાવટી કંપનીઓ એવી કંપની હોય છે જેનું અસ્તિત્વ માત્ર કાગળ પર જ હોય છે અને જે છુપાવાયેલા ધન અને ગેરકાનૂની ગતિવિધિઓ માટે કાગળ પર બનાવાઇ હોય છે.
કેવાયસી પ્રક્રિયાને કંપની ફાઇલિંગ સાથે પણ જોડવામાં આવશે. મતલબ એ થયો કે જે કંપનીઓ પોતાના વાર્ષિક અહેવાલ ફાઇલ નથી કરતી તેવી કંપનીઓને કેવાયસી પ્રક્રિયા પૂરી કરવાની મંજૂરી નહીં મળે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, કેવાયસી પ્રક્રિયા પૂરી કરવાની મંજૂરી જે કંપનીને નહીં હોય તેવી તમામ કંપની તમામ વહીવટ કરવામાં અસમર્થ બની જશે. કોર્પોરેટ બાબતોના સચિવ આઇ. શ્રીનિવાસે જણાવ્યું હતું કે, કેવાયસી પ્રક્રિયા તળે કંપનીના તમામ વ્યવસાયીનું ક્રીનિંગ થશે અને પછી સિસ્ટમમાં નોંધણી કરાશે.
મંત્રાલયના પોર્ટલ પર એમસીએ 21ની નોંધણી માટે પણ કેવાયસીનું પાલન ફરજિયાત હશે તેવું તેમણે ઉમેર્યું હતું.
nt-family:"Arial Unicode MS","sans-serif"'>પુંછમાં પાકનો સતત ત્રીજા દિવસે શત્રવિરામભંગ
શ્રીનગર તા. 10: પાકિસ્તાને સતત ત્રીજા દિવસે શત્રવિરામભંગ કર્યો છે: પાક આર્મીએ જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં ગોળીબાર કર્યા હતા. 2018ના વર્ષમાં સૌથી વધુ સંખ્યામાં શત્રવિરામભંગ (2,936) થયા છે. પુંછ જિલ્લામાંની અંકુશરેખા પરની અગ્રીમ ચોકીઓ પર પાક આર્મીએ ગોળીબાર અને શેલિંગનો મારો ચલાવ્યો હતો. ભારતીય દળોએ તેનો જોરદાર વળતો જવાબ આપ્યો હતો. કોઈ ખુવારીના કે કોઈને ઈજા થયાના અહેવાલ નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer