શીલા દીક્ષિતને ફરી દિલ્હી કોંગ્રેસની કમાન

શીલા દીક્ષિતને ફરી દિલ્હી કોંગ્રેસની કમાન
નવી દિલ્હી, તા. 10: દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી શિલા દીક્ષિતના હાથમાં ફરીથી પ્રદેશ કોંગ્રેસની કમાન આવી ગઈ છે. અજય માકનનાં રાજીનામા બાદ દીક્ષિતની દિલ્હી કોંગ્રેસના નેતૃત્વમાં એન્ટ્રી થશે તેવી અટકળો ચાલી રહી હતી. તેવામાં ગુરુવારે કોંગ્રેસ નેતા પી.સી. ચાકોએ શીલા દીક્ષિતને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની ઘોષણા કરી હતી. જ્યારે હારુન યૂસુફ, રાજેશ લિલોઠિયા અને દેવેન્દ્ર યાદવને વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer