‘ભાગલાવાદીઓ આતંક છોડે પછી વાત’

‘ભાગલાવાદીઓ આતંક છોડે પછી વાત’
સૈન્યવડા જનરલ રાવતે કહ્યંy : આતંકવાદ - સંવાદ સાથે નહીં
સેનામાં સમલૈંગિક સંબંધો ઉપર રોક મુકતા આદેશની માગ
નવી દિલ્હી, તા. 10 : ભારતીય સૈન્યના વડા જનરલ બિપિન રાવતે વાર્ષિક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ચીન અને પાકિસ્તાનની સીમાઓ પર સ્થિતિ નિયંત્રણમાં છે. આ દરમિયાન બિપિન રાવતે સમલૈંગિક સંબંધો ઉપર બોલતા કહ્યું હતું કે, સેનામાં સમલૈંગિક સંબંધો ઉપર રોક લાવતો આદેશ સુપ્રીમ કોર્ટે આપવો જોઈએ. જો કે સેના કાયદાથી ઉપર નથી તેવી સ્પષ્ટતા પણ રાવતે આપી હતી.
કાશ્મીરમાં ભાગલાવાદીઓ સાથે વાતચીત કરવાના સંદર્ભમાં  રાવતે કહ્યું હતું કે,  અમે વાત કરવાનો ઈન્કાર કરતા નથી, પરંતુ આતંકવાદની સમાંતરે સંવાદ શકય નથી.
સૈન્યવડાએ જણાવ્યું હતું કે,  જ્યાં સુધી ભાગલાવાદીઓ હથિયાર નહીં છોડે અને બીજા દેશ પાસેથી સહાય લેવાનું બંધ નહીં કરે ત્યાં સુધી વાતચીત નહીં કરી શકાય. ભારતીય સેનાને નવા હથિયારો ઉપર વાત કરતા 20 તારીખથી ભારતીય સેનાને નવી સ્નાઈપર મળવાની શરૂઆત થઈ જશે તેમ પણ રાવતે ઉમેર્યું હતું.
તેમણે પશ્ચિમી સીમાક્ષેત્રમાંથી મળતી મદદ બંધ કરવી પડશે અને હિંસાનો માર્ગ છોડવો પડશે પછી જ  વાતચીત કરી શકાશે, તેવું તેમણે ઉમેર્યું હતું.
દેશની સેનાએ ચીન અને પાકિસ્તાનને અડીને  આવેલી સરહદો પર સતર્કતાપૂર્વક સ્થિતિને  અંકુશમાં રાખી છે. એટલે ચિંતાનું  કોઈ કારણ નથી.  તેવી ધરપત લશ્કરી વડાએ આપી હતી.
 જનરલ રાવતે જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિને સુધારવાની જરૂરત પર પણ ભાર મૂકયો હતો.  કાશ્મીરમાં શાંતિ માટે અમે માત્ર  સમન્વય ઈચ્છીએ છીએ, તેવું તેમણે ઉમેર્યું હતું.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે અમેરિકા અને રશિયાની વાતચીત પર રાવતે કહ્યું હતું કે,  અફઘાનિસ્તાનમાં આપણું હિત છે એ જ સ્થિતિ કાશ્મીર પર લાગુ કરી ન શકાય.
પુંછમાં પાકનો સતત ત્રીજા દિવસે શત્રવિરામભંગ
શ્રીનગર તા. 10: પાકિસ્તાને સતત ત્રીજા દિવસે શત્રવિરામભંગ કર્યો છે: પાક આર્મીએ જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં ગોળીબાર કર્યા હતા. 2018ના વર્ષમાં સૌથી વધુ સંખ્યામાં શત્રવિરામભંગ (2,936) થયા છે. પુંછ જિલ્લામાંની અંકુશરેખા પરની અગ્રીમ ચોકીઓ પર પાક આર્મીએ ગોળીબાર અને શેલિંગનો મારો ચલાવ્યો હતો. ભારતીય દળોએ તેનો જોરદાર વળતો જવાબ આપ્યો હતો. કોઈ ખુવારીના કે કોઈને ઈજા થયાના અહેવાલ નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer