ખાસ ટોકન નંબરથી થઈ શકશે ડેબિટ-ક્રેડિટ કાર્ડ પેમેન્ટ

ખાસ ટોકન નંબરથી થઈ શકશે ડેબિટ-ક્રેડિટ કાર્ડ પેમેન્ટ
ઈ-પેમેન્ટમાં છેતરપિંડી રોકવા રીઝર્વ બેન્ક લાવશે નવી પ્રણાલી
બેન્કો કાર્ડ ધારકોને પહોંચાડશે 16 અંકનો ટોકન નંબર
નવી દિલ્હી, તા. 10: ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ઉપયોગ સાથે જોખમો પણ જોડાયેલા છે. આ જ કારણથી લોકો કોઈપણ ડિવાઈસ કે ઈ - કોમર્સ વેબસાઈટ ઉપર પોતાના કાર્ડનો ડેટા સ્ટોર કરતા અચકાય છે. તેવામાં હવે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કાર્ડ નંબરની જગ્યાએ 16 અંકના ટોકન નંબરની સુવિધા શરૂ કરવાની વિચારણા કરી છે. ટોકન નંબર બેન્ક તરફથી જારી કરવામાં આવશે જેને કાર્ડના અસલી નંબરના વિકલ્પમાં ઉપયોગમાં લઈ શકાશે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને ઓછું જોખમી બનાવવાના હિસાબે રીઝર્વ બેન્કનો નિર્ણય મહત્ત્વનો પૂરવાર થઈ શકે છે.
નવા નિયમોની આંતરરાષ્ટ્રીય મુસાફરોને મોટી રાહત મળી શકે છે. ખાસ કરીને થાઈલેન્ડ જેવા દેશની યાત્રા કરનારા લોકો ઉપર જોખમ વધુ રહે છે કારણ કે થાઈલેન્ડમાં કાર્ડ સ્કિમિંગ સિંડિકેટ્સ ખૂબ જ સક્રિય છે. જે પબ્સ અને ઈટરીઝ જેવી જગ્યાઓએ કાર્ડમાં છેતરપિંડી કરે છે. આ ઉપરાંત ઈન્ટરનેશન વેબસાઈટ ઉપરથી કોઈપણ ખરીદી કરતા સમયે પણ જોખમ રહે છે. આ પરિસ્થિતિમાં હવે કાર્ડ નંબરને બદલે ટોકન નંબરની વ્યવસ્થાથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે તેવો અંદાજ છે. હકીકતમાં ટોકન નંબર ખૂબ જ સુરક્ષિત માપદંડથી જારી કરવામાં આવે છે.
  ફાઈનાન્શિયલ કંપની એફએસએસના હેડ ઓફ પેમેન્ટ સુરેશ રાજગોપાલનના કહેવા પ્રમાણે એક વખત ટોકન નંબર ઈશ્યુ થયા તો તેને કાર્ડ હોલ્ડર સિવાય અન્ય કોઈ વ્યક્તિ જાણી શકશે નહીં. આટલું જ નહીં કાર્ડ જારી કરનારા કર્મચારીઓને પણ ટોકન નંબર જોવા મળતા નથી. ટોકનની સૌથી સારી પ્રણાલી તેમાં સતત થતો બદલાવ છે. ડેબિટ કાર્ડના બદલે જારી થતો 16 આંકડાનો ટોકન નંબર દરેક ટ્રાન્ઝેક્શને બદલાઈ જશે. દેશમાં અત્યારસુધીમાં મોટાભાગનાં સંશોધનો યુપીઆઈ અને આઈએમપીએસ પ્લેટફોર્મ ઉપર થયા છે પણ કાર્ડને લઈને અત્યારસુધીમાં કોઈ મહત્ત્વનું સંશોધન થયું નહોતું. જેનાથી ઇક્રિપ્શન અને ટોકનિઝમના મારફતે ઈ કોમર્સના ક્ષેત્રમાં છેતરપિંડીના બનાવો ઉપર અંકુશ લાદવામાં મદદ મળી રહેશે.
oNormal>5 માર્ચ   નાગપુર   બીજો    વન ડે
8 માર્ચ   રાંચી      ત્રીજો     વન ડે
10 માર્ચ મોહાલી  ચોથો     વન ડે
13 માર્ચ દિલ્હી    પાંચમો   વન ડે

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer