ઓસિ.ના ભારત પ્રવાસનો પ્રારંભ 24 ફેબ્રુઆરીથી

ઓસિ.ના ભારત પ્રવાસનો પ્રારંભ 24 ફેબ્રુઆરીથી
નવી દિલ્હી તા.10: ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ સમાપ્ત કર્યાં બાદ ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડમાં વન ડે અને ટી-20 સિરિઝ રમવા જશે. આ પછી ઓસ્ટ્રેલિયાની ટીમ પ વન ડેની શ્રેણી રમવા ભારત આવશે. જેનો સત્તાવાર કાર્યક્રમ આજે બીસીસીઆઇએ જાહેર કર્યોં છે. ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. જે 13 માર્ચ સમાપ્ત થશે. શ્રેણીના બન્ને ટી-20 મેચ સાંજે 7-00 વાગ્યાથી રમાશે અને વન ડે મેચ બપોરે 1-00 વાગ્યાથી શરૂ થશે.
ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલો ટી-20 મેચ 24 ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં રમશે. આ પછી 27 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમાં બીજો ટી-20 મેચ રમશે. આ પછી બે માર્ચથી બન્ને ટીમ વચ્ચે પ ડે-નાઇટ વન ડે મેની સિરિઝનો પ્રારંભ થશે. જેનો આખરી મેચ 13 માર્ચે દિલ્હીમાં રમાશે. આ પછી ભારતમાં બે મહિના સુધી આઇપીએલ-12ની ટકકર શરૂ થશે. આ પછી ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ રમવા માટે ઇંગ્લેન્ડ જશે.
ટી-20 શ્રેણી
24 ફેબ્રુઆરી       બેંગલુરુ
27 ફેબ્રુઆરી       વિશાખાપટ્ટનમ
વન ડે શ્રેણી
2 માર્ચ   હૈદરાબાદ            પ્રથમ     વન ડે
5 માર્ચ   નાગપુર   બીજો    વન ડે
8 માર્ચ   રાંચી      ત્રીજો     વન ડે
10 માર્ચ મોહાલી  ચોથો     વન ડે
13 માર્ચ દિલ્હી    પાંચમો   વન ડે

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer