ધોની વર્લ્ડ કપ ટીમનો મહત્ત્વનો હિસ્સો : રોહિત

ધોની વર્લ્ડ કપ ટીમનો મહત્ત્વનો હિસ્સો : રોહિત
ટીમ લગભગ નક્કી, છતાં કોઇનું સ્થાન નિશ્ચિત નહીં
સિડની તા.10: ભારતીય વન ડે ટીમના ઉપસુકાની રોહિત શર્માએ આજે અહીં જણાવ્યું છે કે ભારતની વર્લ્ડ કપની ટીમ લગભગ સુનિશ્ચિત થઇ ચૂકી છે, આમ છતાં કોઇ પણ ખેલાડીઓ પોતાના સ્થાનને લઇએ ઓવર કોન્ફીડન્સમાં રહેવાની જરૂર નથી. કારણ કે ખરાબ ફોર્મને લઇને કોઇપણ ખેલાડી બહાર થઇ શકે છે. રોહિતે કહયું કે જે ટીમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આગામી વન ડે શ્રેણીમાં ભાગ લેશે એમાં એક કે બે ફેરફાર થઇ શકે છે. જે આવનારા મહિનાઓમાં ખરાબ ફોર્મ અને ઇજા પર નિર્ભર રહેશે. જે ટીમ બાકીના 13 વન ડેમાં રમશે તે જ ટીમ મોટાભાગે વર્લ્ડ કપ રમવા ઇંગ્લેન્ડ જશે. ફોર્મ અને ફિટનેસને લઇને કેટલીક ચિંતાઓ રહેશે. મારું અંગત માનવું છે કે કોઇ મોટા ફેરફાર જોવા મળશે નહીં. અનુભવી વિકેટકીપર એમએસ ધોની વિશે ઉપસુકાની રોહિત શર્માએ કહયું કે વિશ્વ કપમાં ધોની મહત્વની ભૂમિકા ભજવશે.  તે ટીમમાં સાથે રહેવાથી ખેલાડીઓ રાહત અનુભવે છે. તે ટીમને સારી રીતે માર્ગદર્શન આપે છે. ધોનીની હાજરીથી ટીમની બેટિંગ ઉંડાઇ વધે છે. તેનું ફિનિશિંગ ટચ મહત્વનું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer