ટીવી શોમાં યુવતીઓ પર અભદ્ર ટિપ્પ્ણી મામલેહાર્દિક અને રાહુલ પર તોળાતો બે વન ડેનો પ્રતિબંધ

ટીવી શોમાં યુવતીઓ પર અભદ્ર ટિપ્પ્ણી મામલેહાર્દિક અને રાહુલ પર તોળાતો બે વન ડેનો પ્રતિબંધ
COAના વડા વિનોદ રાયે સજાની ભલામણ કરી
નવી દિલ્હી તા.10: ટીવી શો કોફી વીથ કરણમાં યુવતીઓ વિરૂધ્ધ આપત્તિજનક ટિપ્પણીઓને લીધે વિવાદમાં ઘેરાયેલા ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને ઓપનિંગ બેટસમેન કેએલ રાહુલની મુશ્કેલી વધી છે. બીસીસીઆઇની સંચાલન સમિતિ (સીઓએ)ના પ્રમુખ વિનોદ રાયે બન્ને ક્રિકેટર પર બે-બે વન ડે મેચમાં પ્રતિબંધ મુકવાની ભલામણ કરી છે. જયારે સીઓએના બીજા એક સભ્ય ડાયના એડલજીએ આ મામલાને બીસીસીઆઇના લીગલ સેલને મોકલી દીધો છે.
હાર્દિકની ટીવી શોમાં યુવતીઓ પર કરેલી ટિપ્પણીની ‘સેક્સિસ્ટ’ સોશિયલ મીડિયામાં ઘણી ટીકા થઇ હતી. આ પછી તેણે ટિવટર પર માફી માંગી હતી. બીસીસીઆઇએ પણ બન્ને ખેલાડી હાર્દિક-રાહુલને કારણબતાવ નોટિસ આપી હતી. આ પછી બન્ને ખેલાડીએ સીઓએથી માફી માંગી લીધી છે. આ પછી સીઓએના વડા વિનોદ રાયે કહયું છે કે હું હાર્દિકના સ્પષ્ટીકરણ સાથે સહમત નથી અને બન્ને ખેલાડી પર બે મેચના પ્રતિબંધની ભલામણ કરી છે. તેમની ટિપ્પણી મૂર્ખતાપૂર્ણ, ખરાબ અને અસ્વીકાર્ય છે.
જો કે ડાયના એડલજી પણ સહમત થશે તો બન્ને ખેલાડીને આ સજા થશે. ટીમ ઇન્ડિયાને શનિવારથી ત્રણ મેચની વન ડે શ્રેણી રમવાની છે. બન્ને ખેલાડી ઓસ્ટ્રેલિયામાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer