બોલિવૂડમાં ‘નમો-નિયા’: ફિલ્મી પરદે 5 જુદા જુદા પીએમ મોદી નજરે પડશે

બોલિવૂડમાં ‘નમો-નિયા’:  ફિલ્મી પરદે 5 જુદા જુદા પીએમ મોદી નજરે પડશે
મુંબઇ તા.10: બોલિવૂડમાં હાલમાં રીયલ લાઇફ પરની ફિલ્મોનો રાફડો ફાટયો છે. બાયોપિક ફિલ્મ બનાવવા નાના-મોટા તમામ પ્રોકડશન હાઉસ તૈયાર છે, તો બીજી તરફ રીયલ લાઇફના રોલ માટે સ્ટાર અભિનેતા-એભિનેત્રીઓ થનગની રહી છે. શુક્રવારે બે ફિલ્મ રીલિઝ થવાની છે. એકિસડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર અને ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઇક. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મની જાહેરાત થઇ ચૂકી છે. જેમાં વિવેક ઓબેરોય મોદીનો રોલ કરવાનો છે અને તેનો લૂક પણ સામે આવી ગયો છે. પીએમ મોદી પર બીજી પણ કેટલીક ફિલ્મમાં જોવા મળશે.
ઉરી: વિકકી કૌશલ અને યામી ગૌતમની ભૂમિકાવાળી ફિલ્મ ઉરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોલ રજિત કપૂરે ભજવ્યો છે. આ બારામાં તે કહે છે કે હું અસલ મોદી જેવો જ દેખાવ છું. મેં આ રોલ માટે ઘણી મહેનત કરી છે.આ ફિલ્મમમાં મોદી પબ્લિક સ્પીકર નહીં, પણ એક પ્લાનર અને થિંકર તરીકે જોવા મળશે.
નમો સૌને ગમે: આ ફિલ્મ ગુજરાતી ભાષાની છે. જેમાં 60 વર્ષીય લાલજી દેવરિયા પીએમ મોદી બની રહયા છે. તે ખુદને મોદી ભકત બતાવે છે. તેઓ મોદીને ત્રણવાર મળી પણ ચૂકયા છે. આ ફિલ્મ પ વર્ષ પહેલા તૈયાર થઇ ચૂકી છે, પણ રાજકીય કારણોસર હજુ સુધી રીલિઝ થઇ નથી. મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારના તેમના કાર્યકાળ આધારિત આ ફિલ્મ છે.
બટાલિયન 609: ડાયરેકટર બ્રિજેશ ત્રિપાઠીની આ ફિલ્મમાં કેકે શુકલા પીએમ મોદી બન્યા છે. આ ફિલ્મ ભારતીય સેના પરની એક કાલ્પનિક કથાવસ્તુ ધરાવતી ફિલ્મ છે. કેકે શુકલા આ પહેલા એક ટીવી શોમાં મોદીનો રોલ કરી ચૂકયા છે.
પરેશ રાવલ: ભાજપના સાંસદ અને હિન્દી ફિલ્મના મશહૂર ચરિત્ર અભિનેતા પરેશ રાવલ પણ પીએમ મોદી પરની એક અનામ ફિલ્મમાં લીડ રોલમાં છે. પરેશ રાવલનો દાવો છે કે મારા સિવાય કોઇ કલાકાર મોદીનો રોલ સચોટ રીતે ભજવી શકે નહીં. આ ફિલ્મની સ્કીપ્ટ તૈયાર થઇ ચૂકી છે.
વિવેક ઓબેરોય: વિવેક ઓબેરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનીને ફિલ્મી પરદે આવી રહયો છે. આ ફિલ્મનું પોસ્ટર પણ સામે આવી ગયું છે. જેના દિગ્દર્શક ઓમંગકુમાર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer