ક્રીતિ સનોન ક્રિસ-4માં રીતિકની હિરોઇન

ક્રીતિ સનોન ક્રિસ-4માં રીતિકની હિરોઇન
ચાર વર્ષ પહેલા હીરો ફિલ્મથી હિન્દી ફિલ્મોની શરૂઆત કરનાર ક્રીતિ સનોન હવે સાઉથમાંથી આવીને બોલિવૂડમાં પગ જમાવી ચૂકી છે. ક્રીતિ સનોન પાસે હાલ કેટલાક મોટા બનેરની ફિલ્મો છે. જેમાં હાઉસફૂલ-3 સામેલ છે. જેમાં તે અક્ષયકુમારની હિરોઇન બની છે. તો લવસ્ટોરી ફિલ્મ લુકકા-છૂપ્પીમાં તેની સાથે કાર્તિક અયાન છે. જયારે આશુતોષ ગોવારિકરની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પરની ફિલ્મ પાનીપતમાં તેની સાથે અર્જુન કપૂર અને સંજય દત્ત છે. હવે એવા રિપોર્ટ છે કે રીતિક રોશનની હિરોઇન બનાવની ક્રીતિ સનોનને ઓફર મળી છે. રાકેશ રોશને ક્રિસ-4 માટે તમામ તૈયારી કરી લીધી છે. જો કે તેમની કેન્સરની બિમારીને લીધે ફિલ્મનું શુટીંગ પાછું ઠેલાઇ શકે છે. રિપોર્ટ અનુસાર આ વખતે ક્રિસ બનતા રીતિક રોશન સામે ક્રીતિ સનોન ફાઇનલ થઇ ચૂકી છે. ક્રીતિની છેલ્લી ફિલ્મ બરેલી કે બરફી હિટ રહી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer