એક રૂપિયાનો સિક્કો બનાવવા થાય છે 1.11 રૂપિયાનો ખર્ચ

એક રૂપિયાનો સિક્કો બનાવવા થાય છે 1.11 રૂપિયાનો ખર્ચ
નવી દિલ્હી, તા. 6 :  ભારતમાં છેલ્લા એક દાયકામાં ચલણી સિક્કાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે અને હવે ગણતરીની વસ્તુઓ રહી છે જે સિક્કાથી ખરીદી શકાય છે.  તેમાં પણ સૌથી ઓછા મૂલ્યના સિક્કાનો ઉપયોગ હવે ખાસ રહ્યો નથી. તેવામાં આ સિક્કા બનાવવા પાછળ થતા ખર્ચની જાણકારી ચોંકાવે તેવી છે. એક આરટીઆઈના જવાબમાં થયેલા ખુલાસા પ્રમાણે  ભારત સરકાર એક રૂપિયાનો સિક્કો બનાવવા પાછળ  1.11 રૂપિયાનો ખર્ચ કરે છે. આ ઉપરાંત બેના સિક્કાની પડતર 1.23 અને પાંચના સિક્કાની પડતર 3.69 રૂપિયા છે.
સિક્કાની પડતર સંબંધિત જાણકારી માટે એક અંગ્રેજી અખબાર ઈન્ડિયા ટુડેએ આરટીઆઈ હેઠળ  રિઝર્વ બેન્ક પાસેથી જાણકારી માગી હતી.  જેમાં વર્તમાન સમયમાં ક્યા મૂલ્યના સિક્કાનું ભારત સરકાર તરફથી નિર્માણ કરાવવામાં આવે છે અને છેલ્લા પાંચ વર્ષમાં કેટલા સિક્કા બનાવવામાં આવ્યા છે તેવો સવાલ કરવામાં આવ્યો હતો.  આ આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે, વર્તમાન સમયમાં રૂપિયા 10, 5, 2 અને 1ના સિક્કા ટંકશાળમાં બનાવવામાં આવી રહ્યા છે. જેમાં મુંબઈની ટંકશાળે ગોપનિયતાનો હવાલો આપીને સિક્કાની પડતર અંગેની જાણકારી આપી નહોતી પણ હૈદરાબાદની ટંકશાળમાંથી તમામ વિગતો જારી કરવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer