અક્ષરધામથી વિશ્વની સૌ પ્રથમ ટેલિરોબોટીક કોરોનરી ઇન્ટરવેન્શન સર્જરી સંપન્ન

ગાંધીનગર, તા.5: મુખ્યપ્રધાન શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગરના અક્ષરધામ સંકૂલ ખાતે પ્રતિષ્ઠિત ચીફ ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ તબીબ ડૉ.તેજસ પટેલે વિશ્વની સૌ પ્રથમ ફર્સ્ટ ઇન હ્યુમન ટેલિરોબોટીક કોરોનરી ઇનટરવેન્શન સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
ડૉ.તેજસ પટેલે અક્ષરધામથી 32 કિ.મી.દૂર જે કેથેટેરાઇઝેશન લેબની બહાર  રિમોટ લોકેશન પરથી એક મહિલાની આ સર્જરી અક્ષરધામ બેઠા -બેઠા ઇન્ટરનેટથી કમાન્ડ આપી ટેલિરોબોટીસ દ્વારા પૂર્ણ કરાવી હતી. મુખ્યપ્રધાને આ  ઘટનાને સમગ્ર માનવજાત માટે ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે, વિશ્વની પ્રથમ ટેલિ રોબોટીક  કોરોનરી ઇન્ટરવેન્શન સર્જરી ગાંધીનગર -ગુજરાત નિમિત્ત બન્યા તે સાડા છ કરોડ ગુજરાતીઓ માટે ગૌરવની ઘટના છે. તેમણે મેડિકલ વર્લ્ડમાં ઇતિહાસ સર્જનાર ડૉ.તેજસ પટેલ અને ટીમને અભિનંદન આપ્યા હતા. મુખ્યપ્રધાને જણાવ્યું કે, આ ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશનનો ઉપયોગ રાજ્યના છેવાડાના ગરીબ વંચિત માનવી સુધી પહોંચાડીને જરૂરતમંદ વ્યછિકતઓની સર્જરી શત્રક્રિયા પાર પાડવામાં ગુજરાત સરકાર ડૉ. તેજસ પટેલની તજજ્ઞતાના સહયોગથી આગળ વધવા વિચારાધિન રહેશે. બોચાસણવાસી અક્ષરપુરૂષોતમ સ્વામિનારાયણ  સંસ્થાના વરિષ્ઠ  સંતો શ્રી ઇશ્વરચરણ સ્વામી, શ્રી આનંદસ્વરૂપ સ્વામી, શ્રી બ્રહ્મવિહારી સ્વામી  આ પ્રસંગે હાજર રહ્યા હતા.
ડૉ.તેજસ પટેલે જણાવ્યું હતું કે, રોબોટિક પીએસઆઇ ફર્સ્ટ ઇન હ્યુમન કેસ ઇન્ટર વેન્શનલ મેડિસીન માટે સીમાચન્હ રૂપ ઘટના છે અત્યાર સુધી શક્ય નહોય તેવી સંભાળની સુલભતા પુરી પાડી નોંધપાત્ર સંખ્યામાં લોકો પર પ્રભાવ પાડવાની ક્ષમતા ધરાવે છે આપણા દેશને પુષ્કળ મહિમા અને વૈશ્વિક આદર  અપાવનારા આ ઐતિહાસિક સંશોધનમાં યોગદાન આપવાનું મને ગૌરવ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer