7મી માર્ચથી ધો. 10-12ની પરીક્ષા: બોર્ડની સાઈટ પર મુકાયું ટાઈમટેબલ

7મી માર્ચથી ધો. 10-12ની પરીક્ષા: બોર્ડની સાઈટ પર મુકાયું ટાઈમટેબલ
 કરીને પડો, ફતેહ છે આગે : તૈયારી માટે ત્રણ મહિનાનો સમય, મોટાભાગના પેપર એકાંતરે
રાજકોટ, તા. પ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી માર્ચ ર019માં લેવામાં આવનાર એસએસસી, એચએસસી વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ સહિતના અન્ય પ્રવાહોની પરીક્ષાનું સૂચિત ટાઈમ ટેબલ જાહેર કરાયું છે. જે પ્રમાણે ધો. 10 અને ધો. 1રની પરીક્ષા 7મી માર્ચથી શરૂ થશે. મોટાભાગે બે પેપર વચ્ચે એક દિવસનો ગેપ રાખવામાં (જુઓ પાનું 10)
આવ્યો છે. આ સાથે ટાઈમ ટેબલ બોર્ડની વેબ સાઈટ ‘જીએસઈબી.ઓઆરજી’ ઉપર મુકવામાં આવ્યું છે. આજથી ગણતરી કરીએ તો બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ત્રણ મહિનાનો સમય રહ્યો છે.
નોંધનીય છે કે આ સાથે વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત પ્રથમા, સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું સમય પત્રક પણ જાહેર કરાયું છે. સાથે વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 1 અને 3માં ગેરહાજર ઉમેદવારોની ખાસ પરીક્ષા તો 18 ફેબ્રુઆરીથી ર0મી સુધી લેવામાં આવશે અને અંતિમ તકની આ પરીક્ષા રાજ્યમાં એકમાત્ર ગાંધીનગર ખાતે લેવામાં આવશે તેમ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
ધો.1ર સામાન્ય અને ઉચ્ચત્તર બુનિયાદી પ્રવાહ
તારીખ   વાર       વિષય (10.30થી 1.4પ)   વિષય (3થી 6.1પ)
7 માર્ચ   ગુરૂવાર   સહકાર પંચાયત    નામાના મૂળ તત્વો
8 માર્ચ   શુક્રવાર   ઈતિહાસ તત્વજ્ઞાન
9 માર્ચ   શનિવાર  કૃષિવિદ્યા વિગેરે    આંકડાશાસ્ત્ર
11 માર્ચ સોમવાર સેક્રે. પ્રેક્ટિસ                    ભૂગોળ
1ર માર્ચ મંગળવાર            -           અર્થશાસ્ત્ર
13 માર્ચ બુધવાર  સામાજિક વિજ્ઞાન વાણિજ્ય વ્યવસ્થા
14 માર્ચ ગુરૂવાર   -           મનોવિજ્ઞાન
1પ માર્ચ શુક્રવાર   સંગીત સૈધ્ધાંતિક  ગુજરાતી (પ્રથમ ભાષા)
16 માર્ચ શનિવાર  -           હિન્દી (દ્વિતીય ભાષા)
18 માર્ચ સોમવાર -           ગુજરાતી-અંગ્રેજી
19 માર્ચ મંગળવાર            ચિત્રકામ કમ્પ્યુટર પરિચય
ર3 માર્ચ શનિવાર  રાજ્યશાસ્ત્ર         સમાજશાસ્ત્ર
ધો. 1ર વિજ્ઞાન પ્રવાહનું ટાઈમ ટેબલ (સમય 3થી 6.30)
તારીખ   વાર       વિષય
7 માર્ચ   ગુરૂવાર   ભૌતિક વિજ્ઞાન
9 માર્ચ   શનિવાર  રસાયણ વિજ્ઞાન
11 માર્ચ સોમવાર જીવ વિજ્ઞાન
1ર માર્ચ મંગળવાર            ગુજરાતી (પ્રથમ ભાષા)
14 માર્ચ ગુરૂવાર   ગણિત
16 માર્ચ શનિવાર  અંગ્રેજી
ધો. 10ની પરીક્ષાનું ટાઈમ ટેબલ (સમય 10 થી 1.ર0)
તારીખ   વાર       વિષય
7 માર્ચ   ગુરૂવાર   ગુજરાતી (પ્રથમ ભાષા)
9 માર્ચ   શનિવાર  વિજ્ઞાન અને ટેકનોલોજી
1ર માર્ચ મંગળવાર            ગણિત               
14 માર્ચ ગુરૂવાર   સામાજિક વિજ્ઞાન
16 માર્ચ શનિવાર  અંગ્રેજી (દ્વિતીય ભાષા)
18 માર્ચ સોમવાર ગુજરાતી (દ્વિતીય ભાષા)
19 માર્ચ મંગળવાર            હિન્દી (દ્વિતીય ભાષા)
 
 
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer