જામનગરમાં ખારવા જ્ઞાતિના પૂર્વ પ્રમુખની અજાણ્યા શખસોએ ખૂન કરી લાશ સળગાવ્યાની ફરિયાદ

જામનગરમાં ખારવા જ્ઞાતિના પૂર્વ પ્રમુખની  અજાણ્યા શખસોએ ખૂન  કરી લાશ સળગાવ્યાની ફરિયાદ
જામનગર, તા.5 : કાલાવડના નાકા બહાર રંગમતિ નદી નજીક સળગેલી હાલતમાં મળી આવેલી યુવાનની લાશની ઓળખ થઈ છે. મરનાર યુવાન સેતાવાડ વિસ્તારમાં રહેતો હોવાનું અને તે ખારવા જ્ઞાતિનો પૂર્વ પ્રમુખ હોવાનું ખુલ્યું છે.
રંગમતિ નદી પાસે મણીકંકેશ્વર મહાદેવના મંદિર નજીક પાઈપમાંથી એક અજાણ્યા યુવાનની લાશ સળગેલી હાલતમાં મળી આવતા પોલીસ ઈન્સ્પેકટર કે.કે. બુવળ તથા તેમના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.  મરનાર યુવાનનું નામ હરેશ ડાયાભાઈ તરિયાવાળા (ખારવા) (ઉ.38) હોવાનું અને સેતાવાડ પાસે જીવાસેતાના ડેલામાં રહેતો હોવાનું ખુલ્યું હતું. મરનારના ભાઈ કિરીટે પોલીસ  ફરિયાદ નોંધાવી છે. મરનાર હરેશ પોતાના પુત્ર સાથે સેતાવાડ વિસ્તારમાં નાસ્તાની રેંકડી ચલાવે છે. સોમવારે રાત્રે 10 વાગે પોતાના પુત્રને રેંકડી ઉપર બેસાડી પાન ખાઈને હમણાં આવું છું. તેમ કહીને નીકળ્યા બાદ મોડી રાત સુધી પરત નહીં આવતા  મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મોબાઈલ ફોન  સ્વીચ ઓફ હતો. દરમિયાન મંગળવારે તેની લાશ ઉપરોકત સ્થળેથી મળી આવી હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer