કુંભારામને બદલે કુંભકર્ણ ! ફરી રાહુલની જીભ લપસી

કુંભારામને બદલે કુંભકર્ણ ! ફરી રાહુલની જીભ લપસી
: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જીભ લપસતા ફરી એકવાર સોશિયલ મીડિયામાં હાસ્યાસ્પદ બન્યા છે. પોતાનાં ભાષણમાં રાહુલે કુંભારામ લિફ્ટ યોજનાને કુંભકર્ણ લિફ્ટ યોજના કહી નાખી હતી.જેને પગલે ઉપસ્થિત મેદનીમાં હાસ્યની છોળો ઉડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે રાહુલ ઉપર તીખો હુમલો બોલાવવાની તક ઝડપી લીધી હતી અને રાજસ્થાનમાં પ્રચારનાં અંતિમ દિવસે તેમણે કહ્યું હતું કે રાહુલ ઈતિહાસનાં શીર્ષ નેતાઓનાં નામ પણ જાણતા નથી.  સોશિયલ મીડિયામાં પણ રાહુલની ભારે મજાક ઉડયા બાદ આજે વડાપ્રધાન મોદીએ પાલીની રેલીમાં રાહુલ ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતું કે કુંભકર્ણની માફક કોંગ્રેસ પણ પોતાનાં 60 વર્ષનાં શાસનમાં ઘેરી નિદ્રામાં હતું. તેમને રાજસ્થાનનાં દિગ્ગજ નેતાનાં નામ પણ ખબર નથી.  કુંભારામ અને કુંભકર્ણ વિશે પણ તેને ખ્યાલ નથી. આવા લોકો શાસનમાં આવે તો શું કરે તેની કલ્પના બધા કરી શકે છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer