ભાવનગર પાસે ટ્રકે ત્રણ યુવાનના જીવ લીધા

ભાવનગર પાસે  ટ્રકે ત્રણ યુવાનના જીવ લીધા
હાથલ ગામના ત્રણ કોલેજિયન બાઇક પર કોલેજે જતા’તાં

ભાવનગર, તા. 5:  ભાવનગર પાસેના ભુંભલી ગામ પાસે ટ્રકની ઠોકરે બાઇક ચડી જવાથી હાથલ ગામના ત્રણ કોલેજિયન યુવાનના મૃત્યુ નિપજ્યા હતાં.
આ ગોઝારી ઘટનામાં હાથલ ગામના 19 વર્ષના અશ્વિન ભરતભાઇ બારૈયા,  મહેશ રાજુભાઇ બારૈયા અને શૈલેષ બુધાભાઇ જેઠવાના કરૂણ મૃત્યુ નિપજ્યા હતાં.
આ બનાવની મળતી વિગત એવા પ્રકારની છે કે, હાથલ ગામે રહેતા અને અહીંની શામળદાસ આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતાં અશ્વિન બારૈયા, મહેશ બારૈયા અને શૈલેષ જેઠવા નામના ત્રણ યુવાન બાઇક પર ભાવનગર કોલેજે આવી રહ્યા હતાં. ત્યારે ભુંભલી ગામ પાસે ટ્રકની અડફેટે બાઇક ચડી ગયું હતું. ટ્રકની ઠોકર લાગતા નીચે પટકાયેલા ત્રણેય યુવાનને ગંભીર ઇજા થઇ હતી. ત્રણેયને સારવાર માટે અહીંની સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ત્રણેયના કરૂણ મૃત્યુ નિપજ્યા હતાં. આ બનાવની જાણ થતાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલે પહોંચી ગયા હતાં તેમજ વરતેજ પોલીસનો કાફલો ઘટના સ્થળ અને હોસ્પિટલ પર પહોંચી ગયો હતો. હાથલ ગામના ત્રણ આશાસ્પદ યુવાનના મૃત્યુ થતાં ગામમાં ઘેરા શોકની લાગણી સાથે ગમગીની ફેલાઇ હતી. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer