ચીનની 56,000 ક્રીનમાં રિલિઝ થશે 2.0

ચીનની 56,000 ક્રીનમાં રિલિઝ થશે 2.0
નવી દિલ્હી, તા. 5: સુપરસ્ટાર રજનીકાંતની 2.0 ચીનમાં 56,000 ક્રીન ઉપર રિલીઝ થશે. નિર્માતા દ્વારા ચીનમાં ફિલ્મના રિલીઝ અંગે જાણકારી આપવામાં આવી હતી. એક નિવેદનમાં લાયકા પ્રોડક્શને શંકર દ્વારા નિર્દેશિત ફિલ્મની રિલીઝના સમાચારને પુષ્ટિ આપી  હતી.  નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, 2.0 મે 2019ના ચીનમાં રિલીઝ થશે અને તે કોઈપણ વિદેશી ભાષામાં 3ડી પ્રારૂપમાં સૌથી મોટી રિલીઝ બની રહેશે. 2.0 ઉપરાંત આગામી 28મી ડિસેમ્બરના રોજ આમિર ખાનની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન પણ ચીનમાં રિલીઝ થશે. જ્યારે 14 ડિસેમ્બરે અક્ષય કુમારની પેડમેન ચીનના દર્શકો માટે રિલીઝ કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer