અમિતાભ - શાહરૂખ ‘બદલા’થી ફરી સાથ - સાથ

અમિતાભ - શાહરૂખ ‘બદલા’થી ફરી સાથ - સાથ
બોલિવૂડના બે દિગ્ગજ કલાકાર મહાનાયક અમિતાભ બચ્ચન અને કિંગખાન શાહરૂખ ખાન લાંબા સમય બાદ ફરી એકવાર સિલ્વર ક્રીન પર નજરે પડશે. કરણ જોહરની ફિલ્મ કભી ખુશી કભી ગમમાં પિતા - પુત્રની ભૂમિકા ભજવીને તમામનાં દિલ જીતી લીધાં હતાં. આ પછી 2008માં ભૂતનાથ ફિલ્મમાં અમિતાભ - શાહરૂખ સાથે જોવા મળ્યા હતા. હવે આ બન્ને દિગ્ગજ અભિનેતા સુજોય ઘોષની નવી થ્રીલર ફિલ્મ ‘બદલા’માં એક સાથે જોવા મળશે. તેમની સાથે હીરોઇન તરીકે તાપસી પન્નૂ હશે. બદલા ફિલ્મ શાહરૂખ ખાન પ્રોડયુસ કરી રહ્યો છે. તે તાપસીના પતિના રોલમાં હશે. ઝીરો ફિલ્મ 21 ડિસેમ્બરે રીલિઝ થશે. એ પછી શાહરૂખ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે તેવા રિપોર્ટ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer