હુમા કુરેશી સારી પટકથાવાળી હોલિવૂડ ફિલ્મ કરવા ઇચ્છુક

હુમા કુરેશી સારી પટકથાવાળી હોલિવૂડ ફિલ્મ કરવા ઇચ્છુક
ફિલ્મ ઉપરાંત સંબંધિત અન્ય પ્રોજેક્ટમાં પણ વ્યસ્ત
મુંબઈ, તા. 5: જોલી એલએલબીમાં ચાહકોને જોરદાર રીતે હસાવનાર અભિનેત્રી હુમા કુરેશી બોલિવૂડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી આવી છે. તે થોડાક સમય પહેલા રજનિકાંત સાથે એક ફિલ્મ કાલામાં કામ કરી ચૂકી છે. જેના કારણે તેની ચર્ચા રહી હતી.  ખૂબસૂરત હુમા કુરેશીએ કહ્યું છે કે તે હિન્દી ફિલ્મોને ખૂબ પસંદ કરે છે પરંતુ જો હોલિવૂડ ફિલ્મની ઓફર મળશે અને પટકથા સારી રહેશે તો તે ચોક્કસપણે હોલિવૂડની ફિલ્મમાં પણ કામ કરશે. તેનું કહેવું છે કે તે હિન્દી ફિલ્મોમાં કેરિયરને લઇને આશાવાદી છે. દક્ષિણ ભારતના સુપરસ્ટાર અભિનેતા રજનિકાંત સાથે પોતાની નવી ફિલ્મ અંગે પૂછવામાં આવતા હુમા કુરેશીએ કહ્યું હતું કે તે નવી ફિલ્મ અંગે વધારે વાત કરશે નહીં પરંતુ તે રજનિકાંત જેવા સ્ટાર સાથે કામ કરીને ગર્વ અનુભવ કરી રહી છે. હુમા કુરેશીએ માહિતી આપતા કહ્યું છે કે ભારતમાં વર્લ્ડ ક્લાસ ફિલ્મ બનાવવા માટે હોલિવૂડ ફિલ્મની રીમેક બનાવવામાં આવે છે અમે ઓરિજનલ ફિલ્મ બનાવતા નથી. કોઇ કોરિયન અથવા તો ચાઇનીઝ ફિલ્મ નિહાળી લીધા બાદ તેના આઇડિયા લઇ લેવામાં આવે છે. બે ત્રણ ગીતો ઉમેરી દેવામાં આવે છે અને આઇટમ સોંગ ઉમેરી દેવામાં આવે છે. ફિલ્મની પટકથા ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. તેના કહેવા મુજબ તે દરેક બાબતને ધ્યાનમાં લઇને ફિલ્મમાં કામ કરે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer