ફોર્બ્સની યાદીમાં દબંગ ખાનનો દબદબો

ફોર્બ્સની યાદીમાં દબંગ ખાનનો દબદબો
સૌથી વધુ કમાણી ધરાવતા સેલિબ્રિટીમાં સલમાન ત્રીજા વર્ષે ટોચ ઉપર : દીપિકા સૌથી વધુ આવક ધરાવતી અભિનેત્રી
નવી દિલ્હી, તા. 5 : ફોર્બ્સ ઈન્ડિયાએ વર્ષ 2018ની ટોપ સેલિબ્રિટીની યાદી જારી કરી છે. જેમાં બોલીવુડનો દબંગ સલમાન ખાન સૌથી અમીર સેલિબ્રિટીની યાદીમાં સતત ત્રીજા વર્ષે ટોચના સ્થાને કાયમ રહ્યો છે. ફોર્બ્સની યાદી પ્રમાણે સલમાન ખાને એક ઓક્ટોબર 2017થી 30 સપ્ટેમ્બર 2018 વચ્ચે ટીવી, ફિલ્મ અને એન્ડોર્સમેન્ટથી 253.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. યાદીમાં દીપિકા પાદુકોણે પણ જોરદાર છલાંગ લગાડતા 11માં ક્રમેથી ચોથા નંબરે પહોંચી છે અને ભારતમાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી બની છે. બીજી તરફ શાહરૂખ ખાન બીજા સ્થાનેથી 13માં સ્થાને પહોંચ્યો છે. યાદીમાં સલમાન બાદ સૌથી વધુ કમાણીમાં કોહલીનું નામ છે. કોહલીની વર્ષમાં કમાણી228.09 કરોડ રૂપિયા છે.
ટોપ-10 સેલિબ્રિટીની આવક
ક્રમ        સેલિબ્રિટી           આવક(કરોડમાં)
1          સલમાન ખાન      253.25
2          વિરાટ કોહલી       228.09
3          અક્ષય કુમાર         185
4          દીપિકા પાદુકોણ    112.8
5          મહેન્દ્રસિંહ ધોની  101.77
6          આમિર ખાન        97.5
7          અમિતાભ બચ્ચન 69.17
8          રણવીર સિંહ        84.67
9          સચિન તેંડુલકર     80
10        અજય દેવગણ     74.5

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer