જર્મનીએ નેધરલેન્ડને 4-1થી હરાવ્યું

જર્મનીએ નેધરલેન્ડને 4-1થી હરાવ્યું
ભુવનેશ્વર, તા. 5 : હોકી વિશ્વકપના ક્વાર્ટર  ફાઈનલ તરફ મજબુત પગલા ભરતા બુધવારે બે વખતના ચેમ્પિયન જર્મનીએ નેધરલેન્ડને પુલ ડીના મેચમાં 4-1થી હરાવ્યું હતું. જર્મની તરફથી મેથિયસ મુલર, લુકાસ વિંડફડર,  માર્કો મિલ્ટકાઉ અને Fિસ્ટોફર રુહરે ગોલ કર્યો હતો. આ જીતથી જર્મની પુલ ડીમાં 6 અંક સાથે ટોચની ટીમ બની છે. જ્યારે નેધરલેન્ડ પાસે ત્રણ અંક છે. બીજી તરફ પુલ ડીનો જ મલેશિયા અને પાકિસ્તાનનો મેચ 1-1થી ડ્રો રહ્યો હતો. જેના કારણે પાકિસ્તાન પુલ ડીમાં ત્રીજા અને મલેશિયા ચોથા ક્રમાંકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer