સૌરાષ્ટ્રની રણજી ટીમના સફળ સુકાની જયદેવ શાહ નિવૃત્ત

સૌરાષ્ટ્રની રણજી ટીમના સફળ સુકાની જયદેવ શાહ નિવૃત્ત
 આજે શરૂ થતાં કર્ણાટક સામેના મેચમાં આખરીવાર મેદાન પર ઉતરશે
રાજકોટ, તા.5: સૌરાષ્ટ્રની રણજી ટ્રોફીની ટીમના સફળ સુકાની અને અનુભવી ડાબોડી મીડલઓર્ડર બેટસમને જયદેવ શાહે આજે તમામ પ્રકારના ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જયદેવ શાહ તેનો આખરી રણજી મેચ કર્ણાટક સામે રમશે. જે આવતીકાલ ગુરૂવારથી ખંઢેરીના મેદાન પર શરૂ થઇ રહ્યો છે. રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ વખત સુકાની તરીકે જવાબાદરી સંભાળનાર જયદેવ શાહે પાછલા મેચમાં શાનદાર દોઢી સદી ફટકારી હતી. તે આ સિઝનમાં સારા ફોર્મમાં રમી રહયો હતો. તેણે કારકિર્દીના ટોચ પર રહીને સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે.
જયદેવ શાહે 120 પ્રથમ કક્ષાના મેચ રમ્યા છે. જેમાં તેણે રેકોર્ડ 111 વખત સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. (કર્ણાટક સામેના મેચ સહિત)  જે એક રાષ્ટ્રીય વિક્રમ છે. તેના સુકાનીપદ હેઠળ સૌરાષ્ટ્રની ટીમ 2012-13ની સિઝનમાં રનર્સ અપ રહી હતી. જ્યારે 201પ-16માં સેમિ ફાઇનલમાં પહોંચી હતી. જયદેવ શાહના સફળ સુકાનીપદ હેઠળ સૌરાષ્ટ્રની ટીમ 2007-8માં વિજય હઝારે વન ડે ટ્રોફીમાં ચેમ્પિયન બની હતી. હાલ સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીના એલિટ ગ્રુપ બીમાં જયદેવ શાહના નેતૃત્વમાં ટોચ પર ચાલી રહી છે.
2002-03ની સિઝનમાં સૌરાષ્ટ્ર તરફથી ડેબ્યૂ કરનાર જયદેવ શાહના નામે પ્રથમકક્ષાના 119 મેચની 186 ઇનિંગમાં પ2પ3 રન 29.67ની સરેરાશથી કર્યાં છે. જેમાં 10 સદી અને 19 અર્ધસદી છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 217 રન રહ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer