આઈપીએલમાં 1003 ખેલાડીઓની લાગશે બોલી

આઈપીએલમાં 1003 ખેલાડીઓની લાગશે બોલી
મુંબઈ, તા. 5: ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનમાં લિલામી માટે 1000થી પણ વધારે ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ લિલામી 18 ડિસેમ્બરના જયપુરમાં થવાની છે. બીસીસીઆઈએ જારી કરેલાં એક નિવેદનમાં કહ્યું હતું કે, લિલામીમાં 232 વિદેશી ખેલાડી સહિત કુલ 1003 ખેલાડીઓની બોલી લાગશે. લિલામીમાં આ વખતે 800 ખેલાડીઓ એવા છે જેઓ ક્યારેય આઈપીએલમાં રમ્યા નથી. તેમાંથી 746 ભારતીય છે. આ ઉપરાંત ક્રિકેટ લીગના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે 9 રાજ્યોના ખેલાડીઓએ લિલામી માટે નોંધણી કરાવી છે.  ખેલાડીઓની નોંધણી બાદ હવે તમામ ફ્રેન્ચાઈઝી 10 ડિસેમ્બર સુધીમાં ખેલાડીઓની યાદી બોર્ડને સોંપશે. ત્યારબાદ અંતિમ યાદી તૈયાર થશે. વિદેશી ખેલાડીઓમાં સૌથી વધુ 59 ખેલાડી દક્ષિણ આફ્રિકાના છે. જ્યારે અન્ય દેશોમાં ઓસ્ટ્રેલિયાના 35, વેસ્ટ ઇન્ડિઝના 33, શ્રીલંકાના 28, અફઘાનિસ્તાનના 27, ન્યૂઝિલેન્ડના 17 ખેલાડીઓ નોંધાયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer