બુલંદશહેરની હિંસામાં કાવતરાની ગંધ

બુલંદશહેરની હિંસામાં કાવતરાની ગંધ
લખનઉ, તા.પ : ગૌહત્યાની આશંકા પછી યુપીનાં બુલંદશહેરમાં ભડકેલી હિંસાની આગમાં એક પોલીસ અધિકારીની હત્યા બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આખરે ગૌવધની અફવા કોણે ફેલાવી અને ઓચિંતા આટલી મોટી ભીડ કેવી રીતે એકત્ર થઈ ગઈ? આ ઉપરાંત સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે ટોળાનાં લોકો પાસે ઘાતક હથિયાર ક્યાંથી આવ્યા? આ તમામ સવાલો વચ્ચે યુપીનાં પોલીસ વડા ઓ.પી.સિંહે મહત્ત્વનું નિવેદન આપતાં કહ્યું છે કે બુલંદશહેરની હિંસા કોઈ મોટું કાવતરું હતું. ત્યાં જે થયું તે માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નહોતો પરંતુ ષડયંત્ર હતું. ત્યાં ગાય કેવી રીતે પહોચી, કોણ લાવ્યું? કેવી હાલતમાં તે મળી આવી? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. હજી પોલીસ તપાસ ચાલી રહી છે. શા માટે આવી ઘટના બુલંદશહેરમાં અને 3 ડિસેમ્બરે જ બની? તમામ પરિમાણોથી આ ઘટનાની તપાસ થશે. બીજીબાજુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટરનાં માધ્યમથી પોલીસ અધિકારીઓને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર તત્ત્વોને બેનકાબ કરવાનાં સખત નિર્દેશ આપ્યા હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer