ઇસરોની મોટી સફળતા : જીસેટ-11 લોન્ચ

ઇસરોની મોટી સફળતા : જીસેટ-11 લોન્ચ
નવી દિલ્હી, તા. 5 : ભારતે અવકાશમાં વધુ એક મોટી સફળતા મેળવતાં બુધવારે સવારે અત્યાર સુધીનો સૌથી ભારે વજન ધરાવતો 5845 કિલોગ્રામનો ઉપગ્રહ જીસેટ-11 અવકાશમાં છોડયો હતો.
આ ઉપગ્રહની મદદથી ઇન્ટરનેટની ઝડપ વધતાં નેટના ક્ષેત્રમાં ક્રાંતિ આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીસેટ-11ના સફળ પ્રક્ષેપણ બદલ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઇસરો)ને અભિનંદન આપ્યા હતા.
જીસેટ-11 આપણા અવકાશ કાર્યક્રમનું સીમાચિહ્ન છે, જે દુર્ગમ વિસ્તારોને જોડીને કરોડો ભારતીયોના જીવનમાં મોટો બદલાવ લાવશે તેવું વડાપ્રધાને જણાવ્યું હતું.
દક્ષિણ?અમેરિકાના ફ્રેન્ચ ગુયાના સેન્ટરથી ફ્રાન્સના એરિયન-5 રોકેટની મદદથી જીસેટ-11 છોડાયો હતો. ભારતીય સમય અનુસાર મોડીરાત્રે  બે અને સાત મિનિટ અને ત્રણ અને 23 મિનિટ વચ્ચે ઉપગ્રહ છોડાયો હતો. આ ઘટનાને ઇસરોની મોટી સફળતા માનવામાં આવે છે. જીસેટ-11થી ભારતમાં ઇન્ટરનેટની ગતિ વધારવામાં મદદ મળશે. આ સફળતા ટેલિકોમ જગત માટે વરદાનરૂપ સાબિત થઇ શકે છે. કેમ કે આ ઉપગ્રહની મદદથી ઇન્ટરનેટની ઝડપ 14 જી.બી.પી.એસ. થઇ શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer