#MeToo બાદ અનુ મલિક ઈન્ડિયન આઈડલમાંથી બહાર!

#MeToo બાદ અનુ મલિક ઈન્ડિયન આઈડલમાંથી બહાર!
નવી દિલ્હી, તા. 21 : સંગીતકાર અનુ મલિક ઉપર મીટૂ અભિયાન હેઠળ પાંચ મહિલાઓએ આરોપ મુક્યા છે. તેવામાં હવે અનુ મલિક પ્રખ્યાત સિંગિંગ રિઆલિટી શો ઈન્ડિયન આઈડલ-10માં બહાર થયા છે. અનુ મલિક આ કાર્યક્રમની 10મી સીઝનમાં ભાગ લેશે નહી. ઈન્ડિયન આઈડલ મામલે અનુ મલિકે એવો દાવો કર્યો હતો કે, તેઓ પોતાના કાર્યક્રમો ઉપર ધ્યાન આપી શકતા ન હોવાથી કાર્યક્રમથી અલગ થવાનો નિર્ણય કર્યો છે.  આ અગાઉ અનુ મલિક સામે ગાયીકા શ્વેતા પંડિતે  યૌન શોષણનો આરોપ મુક્યો હતો.  જેમાં 15 વર્ષની ઉમરે અનુ મલિકે રેકોર્ડીંગ સ્ટૂડીયોમાં શોષણનો પ્રયાસ કર્યાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત સિંગર સોના મહાપાત્રાએ પણ અનુ મલિકને સતત અપરાધ કરનારો એવું સંબોધન કર્યું હતું. આ ઉપરાંત અન્ય બે મહિલાઓએ પણ અનુ મલિક સામે ગંભીર આરોપો મુક્યા હતા. જેમાંથી એક મહિલા તો ઈન્ડિયન આઈડલનો ભાગ બની ચૂકી છે. જ્યારે ઈન્ડિયન આઈડલની સિઝન 5ની સહાયક દિગ્દર્શક રહી ચૂકેલી ડેનિકા ડિસુઝાએ પણ દાવો કર્યો  હતો કે તે એવી બે
મહિલાને ઓળખે છે જેની સાથે અનુ મલિકે ગેરવર્તણુંક કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer