નેશનલ પોલીસ મેમોરિયલના ઉદ્ઘાટનમાં ભાવુક થયા મોદી

નેશનલ પોલીસ મેમોરિયલના ઉદ્ઘાટનમાં ભાવુક થયા મોદી
દેશમાં જવાનોના શૌર્યને યાદ કર્યું : યુપીએ સરકાર ઉપર તાક્યું નિશાન

નવી દિલ્હી, તા. 21 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રીય પોલીસ દિવસના મોકે નેશનલ પોલીસ મેમોરીયલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પોલીસ અને પેરા મિલિટરી જવાનોના શૌર્યને યાદ કરતા પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે એનડીઆરએફમાં તૈનાત જવાનોના શૌર્યને યાદ કરતા એલાન કર્યું હતું કે, હવેથી દર વર્ષે નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ (23 જાન્યુઆરી) ઉપર તેમના નામથી જવાનોને સન્માનિત કરવામાં આવશે. આ મોકે મોદીએ કોંગ્રેસ સરકારને પણ ઘેરી હતી અને જવાનોના સ્મારકો ઉપર ધુળ જમાવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
દર વર્ષે 21મી ઓક્ટોબરના રોજ નેશનલ પોલીસ ડેનું આયોજન કરવામાં આવે છે. લદ્દાખમાં 1959માં ચીનના સૈનિકોના હુમલામાં શહીદ થયેલા 10 પોલીસ જવાનોની યાદગીરીમાં આ દિવસનું આયોજન કરવામાં આવે છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer