પોરબંદરમાં યુવતી અને આદિત્યાણામાંથી તરુણીનું અપહરણ


પોરબંદર, તા. 25: અહીંની સરકારી હોસ્પિટલ પાસેથી વેલેન્ટાઇન ડેના દિવસે  યુવતીનું અપહરણ થયું હતું. હોસ્પિટલ સામે મોચી જ્ઞાતિની વંડી પાસે રહેતાં ટ્રક ચાલકે તેની પુત્રીનું ચોપાટી નજીક કનકાઇ મંદિર પાસે રહેતો યશવર્ધનસિંહ જેઠવા નામનો શખસ વેલેન્ટાઇન ડેના દિવસે અપહરણ કરી ગયાની ફરિયાદ કરી હતી.
જામરાવલના વતની અને આદિત્યાણા ગામની સીમમાં મજૂરી અર્થે આવેલા યુવાનની સગીર વયની પુત્રીનું આદિત્યાણાનો વિજય મનસુખભાઇ મકવાણા નામનો શખસ બદકામ કરવાના ઇરાદે લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ગયો હતો.
તડીપાર પકડાયો : પોરબંદર જિલ્લામાંથી હદપાર કરાયેલ માણેકચોક શાકમાર્કેટ સામે સુખડિયાના ડેલામાં રહેતાં નિલેશ ઉર્ફે માજન બાબુલાલ લોઢિયાને રાણીબાગમાંથી જૂનાગઢ આર.આર.સેલના એએસઆઇ આર.આર. બારૈયાએ ઝડપી લીધો હતો.
ઠગાઇ: અહીં મહારાણા મીલની ચાલી સહિતના વિસ્તારમાં રહેતાં અને કર્ણાટક ખાતે પાણીના ટાંકા બનાવવા માટેની મજૂરી કામે ગયેલા 15 જેટલા મજૂરની રૂ.3.77 લાખની મજૂરી નહીં ચુકવીને ઠગાઇ કરવા અંગે કોન્ટ્રાકટર સામે ફરિયાદ થઇ હતી. બાદમાં કોન્ટ્રાકટરે આપેલ રૂ. એક લાખનો ચેક પરત થતાં પોલીસને જાણ કરીને પગલાં લેવા માગણી થઇ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer