વસ્તડી ગામે સૌની યોજનાના કર્મચારીની હત્યા કરીને નાસી ગયેલા ત્રણ શખસ પકડાયા


વઢવાણ, તા. 25: વઢવાણના વસ્તડી ગામે સૌની યોજનાના કર્મચારી અને પેટા કોન્ટ્રાકટર ઉદયભાઇ માણસીભાઇ વાળાની હત્યા કરીને નાસી ગયેલા ત્રણ શખસને ઝડપી લેવાયા હતાં.
ડેમ સાઇટ પરથી માટી લેવાની ના પાડવાના પ્રશ્ને ઉદયભાઇ વાળાની હત્યા થઇ હતી. આ ગુનામાં સંડોવાયેલા વસ્તડીના મહિપતસિંહ જોરૂભા ગોહીલ, પૃથ્વી ઉર્ફે પથો દશરથસિંહ ગોહીલ અને મહાવીરસિંહ દશરથસિંહ ગોહીલ બાઇક પર ખેરાળીના રસ્તે પસાર થવાના હોવાની ચોકકસ બાતમીના આધારે એસઓજીના પીઆઇ એ.કે.વાળા અને જોરાવરનગરના પીએસઆઇ એમ.જે. જાડેજા અને તેના સ્ટાફના ડાહ્યાભાઇપરમાર, યુવરાજસિંહ, નરેન્દ્રસિંહ વગેરેએ વોંચ ગોઠવીને  ત્રણેયને ઝડપી લીધા હતાં અને તેની પાસેથી હત્યાના બનાવમાં વપરાયેલ ધારિયુ અને બાઇક કબજે કરાયા હતાં.
ટ્રેનમાંથી પડી જતા મૃત્યુ: લીંબડી રેલવે સ્ટેશન પર ધ્રાંગધ્રા ભાવનગર ટ્રેનમાંથી ઉતરી વખતે પડી જવાથી ગંભીર રીતે ઘવાયેલા લીંબડીના જીનપરામાં રહેતાં મંગુબહેન રમણીકભાઇ ખાંદલાનું મૃત્યુ નિપજ્યું હતું.
ચોરી: સુરેન્દ્રનગરના કૃષ્ણનગરના ગોલ્ડન પાર્કમાં રહેતા બીલાલભાઇ ભીખાભાઇ લોબીના મકાનનું તાળુ તોડીને તસ્કરો રૂ. ચાર હજારની રોકડ રકમ, સોના,ચાંદીના દાગીના મળી રૂ. 34 હજારની મતા લઇ ગયાની ફરિયાદ થઇ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer