અવસાન નોંધ
રાજર્ષિમુનિના ભાઇ વિક્મસિંહ જાડેજાનું અવસાન
રાજકોટ : ક્ષત્રિય અગ્રણી તથા શ્રી રાજર્ષિમુનિના ભાઇ વિક્રમસિંહ દેવસીંહ જાડેજાનું 13 એપ્રિલને મંગળવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. વિક્રમસિંહ સૌરાષ્ટ્ર રણજી ટ્રાફી ટીમના ફાસ્ટ બોલર અને ફટકાબાજ બેટમેન હતા તેમજ કોલેજ કાળ દરમિયાન તેઓ એથ્લેટ તથા હોકી પ્લેયર પણ રહી ચુકયા છે. આ ઉપરાંત રાજકુમાર કોલેજના વિકાસમાં તેમનું ખૂબ મોટું અવિસ્મરણીય યોગદાન હતું. તેઓ અધ્યાપક અને હોકી કોચ પણ રહી ચુકયા છે. તેણે ડિરેકટર ઓફ ગેમ્સ, સ્પોટર્સ એન્ડ હાઉસ માસ્ટર તરીકેનું સ્થાન હાંસલ કર્યું હતું. તેઓ હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણા ત્રોત બન્યા હતા.
એડવોકેટ અને કવિ પિયુષ પંડયાનું અવસાન
રાજકોટ: અગ્રણી એડવોકેટ, જાણીતા કવિ અને લેખક પીયૂષભાઈ પી.પંડયા (ઉ.78) તે મનિષ(આઈઓસી), હિતેષ(મેનેજીંગ ટ્રસ્ટી, જયાબેન ફાઉન્ડેશન), હિમાંશુ (ડે.મેયર, જૂનાગઢ મ્યુનિ.કોર્પો), યજ્ઞદત્ત(ડાયરેકટર જૂનાગઢ મિરર ન્યૂઝ)ના મોટાભાઈ તેમજ પૂજા, સત્યમ પંડયા(અમદાવાદ), વૈદેહી શિવાંગ રાવલ(કુવૈત), કવિના ઈશાન ઉપાધ્યાય (બેંગ્લોર)ના ભાઈજીનું તા.15મીએ અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા.17મીએ સાંજે 4થી 6 છે.
કચ્છ યુનિ.ના પૂર્વ કુલપતિ ડો.હાથીનું અવસાન
રાજકોટ: ડો.તુષારભાઈ રામભાઈ (રમેન્દ્રરાય) હાથી (ઉ.69) (ભૂ.પૂ.કુલપતિ કચ્છ યુનિવર્સિટી) તે ઉત્કર્ષ હાથી અને અદિતિ વિરાટ માંકડના પિતાશ્રી તથા અરૂણભાઈ, દીપકભાઈ, ઉદયભાઈના ભાઈનું તા.15ના અવસાન થયું છે. લૌકિક ક્રિયા રાખેલ નથી.
પોરબંદર : દિવ્યાબેન ઠકરાર તે હરીશભાઈ લાલજીભાઈના પત્ની, સેતુલભાઈ, મીત, શ્રુતિબેન તન્મયભાઈ તન્નાના માતુશ્રી તથા જયેશભાઈના ભાભીનું તા. 16નાં અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 17નાં સાંજે 4 થી 6 છે.
જૂનાગઢ : ગાંધીનગર નિવાસી દિપકભાઈ શાંતિલાલ પારેખ (જૂનાગઢવાળા) તે વૃંદાવન દામોદર પારેખના પૌત્ર તથા પારૂલબેનના પતિ, નિશિથ અને જૈનિષનાં પિતાનું તા. 15નાં અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 17નાં સાંજે 4 થી 6 છે.
જૂનાગઢ : કરશનભાઈ ગાંગજીભાઈ ગોરડ (ઉ.80) તે ભુપતભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, દશરથભાઈ, સ્વ. રવીભાઈ અને સુનિલભાઈના પિતાશ્રીનું તા. 15નાં અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 17નાં સાંજે 4 થી 6 છે.
વાંકાનેર : કૈવાસી ભરતપુરી જયસુખપુરીના પત્ની હંસાબેન તે હિંમતપુરી, વિરેન્દ્રપુરી અને સુરેશપુરીના ભાભી, જીતેન્દ્રપુરી, વિમલપુરી અને આશિષપુરીના માતુશ્રીનું તા. 15નાં અવસાન થયું છે. બેસણું તા. 17નાં ધર્મનગર, પંચાસર રોડ, વાંકાનેર છે.
વાંકાનેર : નૈમિષભાઈ શાહ (ઉ.49) તે સ્વ. વસંતલાલ કેશવજીના પુત્ર, અમિબેનના પતિ, જૈનમના પિતાશ્રી તથા દિપ્તીબેન શાહ તથા બિન્દુબેન મહેતાના મોટાભાઈનું તા. 14નાં અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 16નાં સાંજે 4 થી 5 છે.
અમરેલી : મનસુખભાઈ છગનભાઈ ડોડિયા (ઉ.73) તે પિન્ટુભાઈનાં પિતા, અરવિંદભાઈના ભાઈનું તા. 16નાં અવસાન થયું છે.
નિકાવા : લુહાર મનજીભાઈ ધરમશીભાઈ ઉમરાણીયાના પુત્ર હસમુખભાઈ (ઉ.66) તે નિલેશભાઈ, હિતેશભાઈ, હર્ષાબેનના પિતાશ્રી, દયાળજીભાઈ, વાલજીભાઈ, ભરતભાઈના ભાઈનું તા. 16ના અવસાન થયું છે.
બોટાદ : પછેગામવાળા હાલ બોટાદ સ્વ. વિજીયાબા મહાવીરસિંહ ગોહિલ તે જયવીરસિંહ, સુખદેવસિંહના માતુશ્રીનું તા. 15મીએ અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 17નાં સાંજે 4 થી 6 છે.
ખંભાળિયા : નરશીભાઈ ખીમજીભાઈ જેઠવા તે દિનેશભાઈ તથા કેતનભાઈના પિતાશ્રી, ઓધવજીભાઈ, અમૃતભાઈ, નાનજીભાઈ, નરોત્તમભાઈ જેઠવાના ભાઈનું તા. 15નાં અવસાન થયું છે. ટેલિફોનિક ઉઠમણું 17મીએ 5 થી 6 છે.
મોરબી : ચાતુર્વેદીય મોઢ બ્રાહ્મણ હંસાબેન (ઉ.70) તે સ્વ. વિશ્વનાથ ખેલશંકર ભટ્ટના પત્ની, મનિષભાઈ, સ્મિતાબેન પંડયા, ભાવનાબેન ત્રિવેદી, અર્ચનાબેન આચાર્યના માતુશ્રીનું તા. 15નાં અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. 17ના સાંજે 4 થી 6 છે.
મોરબી : અરણીટીંબા (વાંકાનેર) નિવાસી કાંતિભાઈ મેઘજીભાઈ અઘારા (ઉ.69) તે જીતેન્દ્રભાઈ (હેડ કોન્સ્ટેબલ, મોરબી), દિલીપભાઈ, પંકજભાઈ અને સંદિપભાઈના પિતાશ્રીનું તા. 15ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 19ને સોમવારે સવારે 10 થી 12 છે.
મોરબી : ઇન્દોર નિવાસી હાલ મોરબી કમળાબેન છોટાલાલ ઠક્કર (ઉ.96) તે સ્વ. હસમુખભાઈ અને ભીખુભાઈના માતુશ્રી તેમજ અનિશભાઈ, ગૌરવભાઈ, નિખિલભાઈ અને જીજ્ઞાબેન બી. સાગાના દાદીનું તા. 15નાં અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 19ને સોમવારે સાંજે 4 થી 6 છે.
રાજકોટ: જૈન વાણિયા મનિષાબેન મયુરભાઇ વોરા (ઉ.35)તે રાઘવનાં માતુશ્રી, જીતેન્દ્રભાઇના પુત્રવધૂ, નિલેષભાઇના નાના ભાઇનાં પત્ની તથા પ્રતિકભાઇનાં ભાભીનું તા.15ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.17ના 4થી 6 છે.
ઠેબચડા: રાજકોટ નિવાસી વાણંદ સ્વ. વલ્લભભાઇ રામજીભાઇ ભટ્ટી (ઉ.72)તે વિપુલ (એજી ઓફિસ) તથા જીજ્ઞેશના પિતાશ્રીનું અવસાન તા.16ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.19ના 4થી 6 છે.
રાજકોટ: સ્વ. અલ્પેશકુમાર પરમાર (પડધરી હેલ્થ) તે સ્વ. પિતાંબરભાઇ તથા લક્ષ્મીબેનના પુત્ર, વૈશાલીબેન અને પ્રતિભાબેનના ભાઇ, ડો. કવિતાબેન રમેશચંદ્ર કોટકના પતિનું તા.14ના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર તથા બેસણું બંધ છે. ટેલિફોનિક બેસણું તા.17ના સાંજે 5થી 6 છે.
રાજકોટ: કનૈયાલાલ વલ્લભદાસ લુક્કા (ઉ.72)નું તા.16મીએ થયું છે. ટેલિફોનિક બેસણું તા.17ના સાંજે 4થી 5 છે.
ચલાલા: ચલાલા નિવાસી જીતુભાઈ રમેશચંદ્ર નગદિયાના પુત્ર વિરલભાઈ (ઉ.44) તે હર્ષ (કાનો)ના પિતા ચિંતનના મોટાભાઇ તેમજ રમણીકભાઇ તન્ના (જૂનાગઢ)ના જમાઈનું તા.16ના અવસાન થયું છે. ટેલિફોનિક ઉઠમણું તા.17મીએ 4થી 6 છે.
રાજકોટ: ટંકારાવાળા, હાલ રાજકોટ સોની વીરજીભાઈ કુકડાભાઈ પારેખના પુત્ર સુરેશભાઈ (ઉ.70)તે વિરાજ નિલમબેન, દર્શનાબેનના પિતાનું અવસાન તા.16ના થયું છે. ટેલિફોનિક બેસણું બન્ને પક્ષનું તા.17ના 4થી 6 છે.
જામખંભાળિયા: જગદીશ અબોટી બ્રાહ્મણ સ્વ. વેણીલાલ કાલીદાસ ત્રિવેદીનાં પત્ની ચંપાબહેન (ઉ.70)તે મનીષભાઇ, અરૂણભાઇ તથા ભાવેશભાઇનાં માતુશ્રીનું તા.16ના અવસાન થયું છે. ટેલિફોનિક સાંત્વના 17મીએ પાઠવવી.
રાજકોટ: જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની બેઠકમાં મંડળના પૂર્વ મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાનાં અવસાન બદલ શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. સ્વ. રાજેન્દ્રસિંહ મંડળના મહામંત્રી તરીકે ગ્રાહકોના ત્વરિત પ્રશ્નો ઉકેલવા માટે જે અનન્ય સેવા આપી છે તે કાયમ માટે યાદ રશે, તેવી લાગણી વ્યક્ત થઈ હતી.
વાંકાનેર : જામકંડોરણા નિવાસી સ્વ. વાલીબેન બાલધા (ઉ.95) તે ચકુભાઈ હંસરાજભાઈના પત્ની, સ્વ. કાનજીભાઈ, જીવરાજભાઈ, ધીરૂભાઈના માતુશ્રી તથા નિલેશભાઈ, ભાવિનભાઈ, દિવ્યેશભાઈ, પિયુષભાઈ, સંજયભાઈ તથા રૂપલબેન (રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંક)ના દાદીમાનું તા. 15નાં અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું છે.
મોરબી : સ્વ. જયંતીભાઈ કાનજીભાઈ મકવાણા (ઉ.71) તે વલ્લભભાઈ, રતિલાલ, રમેશભાઈ, રસિકભાઈના ભાઈ અને ભરતભાઈ, પરાગભાઈના પિતાનું તા. 15નાં અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 17ના સાંજે 4 થી 6 છે.
રાજકોટ : અતુલભાઈ કોઠારી (ઉ.75) તે રતિલાલભાઈ તથા નિર્મલાબેનના પુત્ર, મીરાબેનના પતિ, અમીબેન પારેખ, નિનાબેન શાહ, નેહાબેન શેઠ, મિક્કીબેન મહેતાના પિતાશ્રીનું અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે.
રાજકોટ : મોઢવણિક ગર્વમેન્ટ પ્રેસના નિવૃત કર્મચારી બળવંતરાય જમનાદાસ વોરા (ઉ.88) તે સુનિલભાઈ (ટ્રસ્ટી, દીકરાનું ઘર, વૃધ્ધાશ્રમ)ના પિતાશ્રી અને સ્વ. લલિતચંદ્ર (નિવૃત ડેપ્યુટી સેક્રેટરી, ગાંધીનગર), જયસુખભાઈ (નિવૃત એસટી)ના ભાઈ, ભાવનાબેન મહેતા, અલ્કાબેન પારેખના પિતાશ્રીનું તા. 14મીએ અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 17નાં 4 થી 6 છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
બાબરા : ઠા.સ્વ. શાંતિલાલ હરજીવનદાસ ભુપતાણીના પુત્ર મુકેશભાઈ (ઉ.63) તે કિશોરભાઈ, હરેશભાઈનાં ભાઈ, દિવ્યેશભાઈના પિતાશ્રીનું તા. 15ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 17નાં 3 થી 5 છે.
સુરત : બ્રહ્મક્ષત્રિય સ્વ. ગોકળદાસ કાનજીભાઈ પડિયા વાસાવડવાળાના પત્ની પ્રવીણાબેન (ઉ.65) તે નીતિનભાઈ તથા માધવીબેન આશરા, મયુરીબેન મણીયારના માતુશ્રી, ખુશાલભાઈના નાનાભાઈના પત્ની, સ્વ. રમણીકલાલ દયાળજીભાઈ છાંટબારની પુત્રીનું તા. 15નાં અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 19ના સાંજે 4 થી 6 છે.
જૂનાગઢ : નંદલાલ વિઠ્ઠલભાઈ કોટક (ઉ.63) તે જેઠાલાલ તન્નાના જમાઈ, હિતેશભાઈના ફુવાનું તા. 15નાં અવસાન થયું છે. ટેલિફોનિક સાદડી તા. 17નાં 4 થી 6 છે.
મોરબી : ચા.મ. મોઢ બ્રાહ્મણ મુળ ભેંસદળ હાલ મોરબી ભાલચંદ્રભાઇ ઉમિયાશંકર પંડયા (જીઈબી-ઉ.75) તે કપીલભાઈ અને ધર્મેશભાઈના પિતાશ્રી, દિનેશભાઈ અને મહેન્દ્રભાઈના ભાઈનું તા. 14નાં અવસાન થયું છે.
મોરબી : મુળ નારીચાણા હાલ મોરબી ઘનશ્યામભાઈ નાનાલાલ પુજારા (જીઈબીવાળા)ના પત્ની કોકીલાબેન (ઉ.70) તે જીતેન્દ્રભાઈ, પિયુષભાઈ અને ભાવેશભાઈના માતુશ્રી, ભુપેન્દ્રભાઈના બહેનનું તા. 13ના અવસાન થયું છે.
રાજકોટ : જશુમતિબેન અશ્વિનભાઈ રાવલ (નિવૃત આચાર્ય ગર્લ્સ હાઇસ્કૂલ, વાંકાનેર) (ઉ.74) તે અભિસાર, ઋષી તેમજ કલ્યાણી આશ્લેષ ભટ્ટના માતુશ્રી, ધૈર્યના દાદીમા, અરૂણભાઈ યાજ્ઞિકના બહેનનું તા. 15નાં અવસાન થયું છે. ટેલિફોનિક ઉઠમણું તા. 17મીના સાંજે છે.
રાજકોટ: સ્વ. હિરાચંદ અમરશી મસરાણીના પુત્ર ચીમનભાઇ (ઉ.75) તે પ્રવીણભાઇ, હસુભાઇ, રાજુભાઇ, દીલીપભાઇ, જયાબેન નથવાણી, કાંતાબેન મસરાણી, શારદાબેન સવાણી, રંજનબેન આહ્યા તથા મીનાબેન જીવરાજાનીના ભાઇ, સંજય તથા રાકેશના પિતાશ્રીનું તા.15ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.17ના સાંજે 4 થી 6 છે.
રાજકોટ: સ્વ. ગુણવંતીબેન શાહ તે પ્રવીણચંદ્ર છગનલાલના પત્ની, રાજુભાઇ, મીલનભાઇના માતુશ્રી, મહેન્દ્રભાઇ, શશીભાઇ, સ્વ. જયંતભાઇના ભાભીશ્રીનું તા.15ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.17ના સાંજે 5 થી 6 છે.
રાજકોટ: સ્વ. દિલીપભાઇ લાલજીભાઇ રાજાણીના પુત્ર, પ્રકાશભાઇ, નિલેશભાઇના મોટાભાઇ, આશાબેન કોટકના મોટાભાઇ, દીપકભાઇના પિતાશ્રીનું તા.16ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.17ના 4 થી 6 છે.
પડધરી: ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ મેઘપર (હાલ સુરત) વંદનાબેન જાની (ઉ.45) તે બિપીનભાઇના પત્ની, ભાવિકભાઇ, માનશીબેન, વિધિબેનના માતુશ્રી, તરૂણભાઇના ભાભી, પ્રદીપભાઇ મગનલાલ દવેના પુત્રીનું 15મીએ અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.19મીએ 4 થી 6 છે.
રાજકોટ: મૂળ ગામ દેવડા હાલ રાજકોટ નિવાસી શાંતાબેન માધવજીભાઇ કંટારીયા (ઉ.78)તે રમેશભાઇ તથા નરેશભાઇના માતુશ્રી અને આદર્શભાઇ, દીપભાઇના દાદીનું તા.16ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું છે.
રાજકોટ: કૌશલ્યાબેન વ્યાસ (ઉ.38)તે મુકેશભાઇ લાભશંકરભાઇના પત્ની, મીતવા તથા નૈમિષના માતાનું તા.15ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.17ના 4 થી 6 છે.
રાજકોટ: (વેરાવળવાળા) હાલ રાજકોટ ગોવિંદભાઇ ગોરધનદાસ તન્ના તે વિનોદભાઇ, પ્રફૂલભાઇ તથા ભાવનાબેનના પિતાશ્રી, કરશનભાઇના મોટાભાઇ, પાર્થ, કોમલના દાદાજીનું તા.15ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.17ના સાંજે 4 થી 6 છે.
રાજકોટ: ચક્કરગઢ નિવાસી (હાલ અમરેલી), સ્વ. શંકરલાલ કાશીરામ જોષીના પુત્ર, યશવંતરાય (ઉ.75) તે રસિકલાલ અને મનહરલાલના વડીલ બંધુ, શૈલેષભાઇ, મુકેશભાઇ અને ઉર્મિલાબેનના પિતાશ્રીનું તા.15ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.17ના સાંજે 4 થી 6 છે.
રાજકોટ: મહારાજ નથુતુલસી ઔદિચ્ય ગોહેલવાડી જ્ઞાતિના મૂળ મેટોડા હાલ રાજકોટ નિવાસી રમેશભાઈ મોહનલાલ વ્યાસનાં પત્ની ગુલાબબેન (ઉ.60) તે સ્વ.જયંતીલાલ રતિલાલ જોષીનાં પુત્રી, લલિતભાઈ, જગદીશભાઈ, મૃદુલાબેન, દમયંતીબેન, શકુંતલાબેન, પ્રવીણાબેનનાં બહેન તેમજ અલ્કેશ તથા જાગૃતિબેનનાં માતુશ્રીનું તા.15ના અવસાન થયું છે. બન્ને પક્ષનું ટેલીફોનિક બેસણું તા.17ના સાંજે 4થી 6 છે.
કોડીનાર: યશવંતભાઈ કુભાજીભાઈ ઝણકાટ (પાણી પુરવઠા બોર્ડ) (ઉ.56) તે ધીરૂભાઈ, જેશીંગભાઈ તથા માનસિંહભાઈના ભાઈ, જયરાજના પિતાશ્રીનું તા.15ના અવસાન થયું છે. બેસણું ટેલીફોનિક છે.
રાજકોટ: મંજુબેન સુરેશભાઈ મકવાણા તે સંજય તથા અલ્પાબેન ભટ્ટીનાં માતા, પ્રવિણભાઈ (ટીનાભાઈ)ના નાનાભાઈનાં પત્નીનું તા.15ના અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા.19ના સાંજે 4થી 6 છે.
રાજકોટ: રામોદ નિવાસી હાલ રાજકોટ ઔ.ઝા.બ્રાહ્મણ છગનલાલ પુરષોત્તમ જાની (ઉ.88) તે નરેશભાઈ, સ્વ.યોગેશભાઈ, વિજયભાઈ, વર્ષાબેન વ્યાસ, કિર્તીબેન ત્રિવેદી તથા પ્રજ્ઞાબેન બિપીનચંદ્ર દવેના પિતાશ્રી, રમણીકભાઈ, સ્વ.જશવંતભાઈ, સ્વ.રસિકભાઈ તથા પ્રવિણભાઈના મોટાભાઈનું તા.14ના અવસાન થયું છે. બન્ને પક્ષનું ટેલીફોનિક બેસણું તા.17ના સાંજે 5થી 6.30 છે. નરેશભાઈ જાની-99042 53404, વિજયભાઈ જાની-99243 10143
રાજકોટ: ગુર્જર ક્ષત્રિય કડિયા મુળ ગામ ભેસદડ, હાલ રાજકોટ મહેશભાઇ દામજીભાઇ ખોલીયા (ઉ.60) તે નિપુલભાઇના પિતાશ્રીનું તા.15ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.19ના સાંજે 4 થી 6 છે.
ભેસાણ: મૂળ ગોંડલ હાલ બરવાળા ઔદિચ્ય સહત્ર ચિભડીયા બ્રાહ્મણ સ્વ. ઉદયશંકર ગંગારામ ભટ્ટના પુત્ર, જગદીશભાઇ (ઉ.61) તે નિરંજનભાઇ, અશોકભાઇ, રમાબેન, પુષ્પાબેન, સ્વ. કિરણબેનના ભાઇ, નિલેશભાઇ, દિવ્યેશભાઇ, આરતીબેનના પિતાનું તા.15ના અવસાન થયું છે.
સાવરકુંડલા: હસમુખભાઇ ગણપતભાઇ ઠાકર (ઉ.70)નું તા.13ના મોટા મુંજીયાસર મુકામે અવસાન થયું છે તે ભીખુભાઇ, હરેશભાઇ, સુરેશભાઇના મોટા ભાઇ તથા ધરમભાઇ ઠાકરના પિતાશ્રી થાય.
વાંકાનેર: સંઘવી રવિચંદભાઇ અભેચંદભાઇના પુત્ર ઉતમભાઇ (ઉ.77) તે વાડીભાઇ, ભરતભાઇ, અનસુયાબેન, મધુબેન અને કાશ્મીરાબેનના ભાઇ તથા બ્રિજેશભાઇ, જીજ્ઞેશભાઇ અને વિશાલભાઇના પિતાશ્રી, બોટાદવાળા હરગોવિંદ દાસભાઇ દેસાઇના જમાઇનું તા.15ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.17ના સાંજે 4 થી 6 છે.
વાંકાનેર: મુળ ગામ કાગદડી હાલ વાંકાનેર ચા.મ. મોઢ બ્રાહ્મણ નવનિતરાય જેશંકર પંડયા (ઉ.72) તે લલીતભાઇ, કમલેશભાઇ તથા પદ્માબેનના પિતાશ્રી તથા પરેશકુમારના સસરાનું તા.15ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.17ના સાંજે 4 થી 6 છે.
જેતપુર: મૂળ ચુડા (તા.ભેંસાણ), હાલ જેતપુર, લોહાણા વિનોદભાઈ વ્રજલાલ ભીમજિયાણી (ટ્રાફિક કંટ્રોલર: એસ.ટી.ડેપો-જેતપુર) (ઉ.57) તે પ્રશાંતભાઈ અને દિશાંતભાઈના પિતા, જયંતીભાઈ, કિશોરભાઈ, રાજુભાઈ અને દિનેશભાઈના ભાઈનું તા.14ના અવસાન થયું છે.
સાવરકુંડલા: નંદલાલભાઈ ગોપાલજીભાઈ મસરાણી (જીકાભાઈ)ના પુત્ર જતીનભાઈ (ઉ.36) તે નીતિનભાઈ, આશિષભાઈ, પિન્ટુભાઈના નાનાભાઈનું તા.15મીએ અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા.17મીએ 4થી 6 છે.
ચુડા(સોરઠ): દલપતભાઈ પ્રભાશંકરભાઈ વેગડા (ઉ.54) તે શાંતિભાઈના નાનાભાઈ અને પાર્થ, જયદીપ, સપના, દિવ્યાના પિતાશ્રીનું તા.15મીએ અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા.17મીએ છે.
રાજકોટ: મૂળ પડધરી હાલ રાજકોટ રતિલાલ રેવાદાસ નિમાવત (ઉ.85) તે શૈલેષભાઈ, પંકજભાઈ, રાજેન્દ્રભાઈના પિતાશ્રી તા.16મીએ અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા.19મીએ સાંજના 4થી 6 છે.
રાજકોટ: ભાડેર (વાઘેલા) નિવાસી રતીભાઈ બાબુભાઈ યાદવ (નિવૃત્ત એસ.ટી.કંડક્ટર) (ઉ.74) તે સ્વ.શાંતિભાઈ, સ્વ.રામજીભાઈ, પ્રવીણભાઈ (એસ.ટી.કંડક્ટર)ના ભાઈ, રાજુભાઈ(એસ.ટી.કંડક્ટર), અશ્વીનભાઈ (એસ.ટી.કંડક્ટર)ના પિતાશ્રીનું તા.16મીએ અવસાન થયું છે.
રાજકોટ : સ્વ. કાંતેશભાઈ ત્રિકમદાસ ઉદ્દેશી (ઉ.82) ઠઠાઈ ભાટિયા દહીંસર (મુંબઈ) હાલ રાજકોટ તે દિનેશભાઈ તેમજ નિલમબેનનાં પિતાશ્રીનું અવસાન થયું છે. બેસણું 17મીએ સાંજે 4 થી 6 છે.
રાજકોટ : નીતાબેન ગીરીશભાઈ શીશાંગીયા (ઉ.65) તે નિશાબેન પુનિતભાઇ, હેતલબેન પારસભાઈ તથા હિરેનભાઈના માતુશ્રી, તે સ્વ. રાજેશભાઈ તથા ભરતભાઈના ભાભી, દિનેશભાઈ વ્રજલાલભાઈ ભટ્ટી તથા અમૃતલાલ શાંતિલાલ ભટ્ટીનાં બહેનનું તા. 16મીએ અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 17મીએ 4 થી 6 છે.
રાજકોટ : ચા.મ.મો. બ્રાહ્મણ મૂળ ધ્રોળ હાલ રાજકોટ નિવાસી મુકેશભાઈ દવે તે સ્વ. જસવંતરાય ગૌરીશંકરના પુત્ર, સ્વ. ભાવનાબેન, પારૂલબેન, અનિલભાઈના મોટાભાઈ, હાર્દિકભાઈ, હેમાંગીબેન, દિપાલીબેનના પિતાનું તા. 16નાં રોજ અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 17ને શનિવારે સાંજે 4 થી 5 છે.
ગડુ (શેરબાગ) : કમલેશભાઈ જી. નિમાવત (બીઆરએસ કોલેજ શારદાગ્રામ)ના પત્ની હર્ષાબેન (ઉ.58) તે નિશાબેન તથા માધુરીબેનના માતુશ્રીનું તા. 16નાં અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 17નાં છે.
ગડુ (શેરબાગ) : મુળ બોડી (હાલ રાજકોટ) નિવાસી જયશ્રીબેન ધ્રાંગડ (ઉ.51) તે સ્વ. દિનેશભાઈ, જેરામભાઈના પત્ની, નરેન્દ્રભાઈ તથા વિવેકભાઈ (કેનેડા)ના માતુશ્રી, હરેશભાઈ (રિ. આર્મી) તથા પ્રફુલભાઈનાં ભાભી, ગિરીશભાઈ મહેતા, દિનેશભાઈ તથા રાજેશભાઈ (હનુમાન ખીજડીયા)ના મોટાબેનનું તા. 12મીએ અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું છે.
જામનગર : મુળ ગામ જામગઢકા, હાલ જામનગર નિવાસી શામજીભાઈ દામોદરદાસ દતાણી (ઉ.93) તે સ્વ. મગનભાઈ, સ્વ. કરશનભાઈ, સ્વ. છગનભાઈ, સ્વ. વનરાવનભાઈ, સ્વ. રૂગનાથભાઈ, સ્વ. નારણભાઈ, સ્વ. મોહનભાઈ તેમજ સ્વ. હેમલતાબેન વલ્લભદાસ તન્નાના ભાઈ, સ્વ. મુકેશભાઈ, પ્રા. વિજયભાઈ (એમ.પી. શાહ કોમર્સ કોલેજ), સરલાબેન રાયઠઠા (મુંબઈ), સ્વ. કુમુદબેન સામાણી, સ્વાતિબેન તન્નાના પિતાશ્રીનું તા.16મીએ અવસાન થયું છે. ટેલિફોનિક ઉઠમણું તા. 17નાં 4.30 થી 5.30 છે.
મેઘપર (જોડિયા) : હાલ સુરત નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ બીપીનચંદ્ર દલપતરામ જાનીના પત્ની વંદનાબેન (ઉ.60)તે રાજકોટ નિવાસી પ્રદીપભાઈ મગનભાઈ દવેના પુત્રીનું તા. 15નાં સુરત મુકામે અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે. ટેલિફોનિક બેસણું તા. 19નાં 4 થી 6 છે.
પોરબંદર : મુળ ઠેબચડા હાલ રાજકોટના વાળંદ વલ્લભભાઈ રામજીભાઈ ભટ્ટી (ઉ.72) તે વિપુલભાઈ (એ.જી. ઓફિસ), જીજ્ઞેશભાઈના પિતાશ્રીનું તા. 16નાં અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 19નાં 4 થી 6 છે.
પોરબંદર : જયાબેન (ઉ.90) તે સ્વ. મણીલાલ પરસોતમ ચંદેના પત્ની, સ્વ. રમેશભાઈ, પ્રફુલભાઈ, ભુપતભાઈ, વિણાબેન રાજેશભાઈ મોદીના માતુશ્રીનું તા. 16નાં અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 17નાં 4 થી 5 છે.
પોરબંદર : અશોકભાઈ ભાઈશંકરભાઈ વોરા (ઉ.62) તે સ્વ. જયેન્દ્રભાઈ, દિલીપભાઈ, સ્વ. જગદીશભાઈના ભાઈ તથા નિકુંજભાઈ અને યશભાઈનાં પિતાશ્રીનું તા. 16નાં અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 17નાં 4 થી 6 છે.
પોરબંદર : બાલમુકુંદભાઈ શિવલાલ મોઢા (ઉ.67) તે મેઘા, વૈભવી, ધૃતિ તથા કિશનનાં પિતાશ્રી અને કિશોરભાઈ, મહેશભાઈ તથા પંકજભાઈના ભાઈનું તા. 15નાં અવસાન થયું છે. ઉઠમણું તા. 19ના 4 થી 5 નિવાસસ્થાને છે.
પોરબંદર : જયાબેન તે સ્વ. વૃજલાલ છગનલાલ ગણાત્રાના પત્ની, પ્રકાશભાઈ (યુગાન્ડા), નિલેશભાઈ, પ્રવીણાબેન, કિર્તીબેન, જ્યોતિબેન તથા તારામતીબેનના માતુશ્રી તથા રાજકોટના સ્વ. રામજીભાઈ દયાળજીભાઈ સવજાણીના પુત્રીનું તા. 15નાં અવસાન થયું છે.
રાજકોટ : સરાડિયા નિવાસી લક્ષ્મીદાસ હરજીવન લખલાણી (ઉ.76) નું તા. 15નાં અવસાન થયું છે. બેસણું તથા લૌકિકક્રિયા બંધ છે. ટેલિફોનિક સંદેશો પાઠવવો.
રાજકોટ : લુહાર લતાબેન ગોરધનભાઈ પરમાર (ઉ.70) તે ભરતભાઈ પી. દાવડા, રાજુભાઈ, નવિનભાઈ, ચંદ્રકાન્તભાઈ, જગદીશભાઈના બેનનું તા. 14નાં અવસાન થયું છે. પીયર પક્ષનું ટેલિફોનિક બેસણું તા. 17નાં સાંજે 5 થી 6 છે.
રાજકોટ : ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ રાજકોટ નિવાસી પુષ્પાબેન ઉમિયાશંકર જોશી (ઉ.86) તે મહેશભાઈ, શોભનાબેન, કલ્પનાબેન તથા હર્ષિદાબેનના માતુશ્રીનું તા. 16નાં અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 19ના સાંજે 4 થી 6 છે.
રાજકોટ : અજયભાઈ ગાંધી (ઉ.59) તે વાંકાનેર નિવાસી (હાલ રાજકોટ) તે પ્રવીણચંદ્ર અમૃતલાલના પુત્ર, બીનાબેનના પતિ, આકાશ-મીલોનીના પિતાશ્રી, જયેશભાઈ, મનીષભાઈ, ભાવેશભાઈ, રીટાબેનના મોટાભાઈનું તા. 16ના અવસાન થયું છે.
રાજકોટ : ખંઢેરાવાળા હાલ રાજકોટ વીરેનભાઈ મગનલાલ મહેતાના પત્ની રીટાબેન તે શનિ અને વાણીના માતુશ્રી તથા સાવરકુંડલા નિવાસી સ્વ. શારદાબેન જસવંતરાય દોશીનાં પુત્રી, રાજુભાઈનાં બહેનનું તા. 16ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 17નાં સાંજે 4 થી 6 છે.
રાજકોટ : ચિત્તલ નિવાસી હાલ રાજકોટ ડો. મહેન્દ્રભાઈ મહેતા (ઉ.82) તે સ્વ. ઉમાબેનના પતિ, સ્વ. શિવલાલ ભગવાનજીના પુત્ર, સ્નેહાબેનના પિતાશ્રી, નીરૂબેન (મુંબઈ), ઉર્મિલાબેન, દિપકભાઈ (યુએસએ)ના ભાઈનું તા.15નાં અવસાન થયું છે. લૌકિક ક્રિયા બંધ છે.
ખુંભડી : સોમવારગર આણંદગર (ઉ.78) તે દિલીપગીરીના મામા, ભાવેશ, સાગર, રોહીતના નાનાબાપુનું તા. 15નાં અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 17નાં છે.
રાજકોટ: ઔદિચ્ય ગોહીલવાડી ધેલારામજી જ્ઞાતિના દિલીપભાઈ વ્યાસ તે સ્વ.બળવંતરાઈ પોપટલાલના પુત્ર, દિનેશભાઈ, અમીતભાઈ તથા દેવયાનીબેન જાનીના નાના ભાઈનું તા.15ના અવસાન થયું છે. ટેલિફોનીક બેસણું તા.19મીએ સાંજે 4 થી 6 છે.
વેરાવળ : ભીખાલાલ નેમચંદ શાહ (ઉ.88) (પૂર્વ પ્રમુખ વેરાવળ સ્થાનકવાસી જૈન સંઘ) તે વિપુલભાઈ, નિલેશભાઈ, વિજયભાઈ, ભાવેશભાઈ, દિનાબેન બદાણીના પિતાશ્રી, નિલાબેન સંગાણી, નિર્મળાબેન દોશીના ભાઈનું તા. 15નાં અવસાન થયું છે.
વેરાવળ : પ્રભાસપાટણ તીર્થ પુરોહિત સોમપરા બ્રાહ્મણ પન્નાબેન જાની (ઉ.57) તે હેમેશભાઈ (ગાંડુભાઈ)ના પત્ની, કિરીટભાઈ, દેવેનભાઈના નાનાભાઈના પત્ની, દિવ્યેશના કાકી, નિશાંત તથા રાજના માતુશ્રીનું તા. 15નાં અવસાન થયું છે. ટેલિફોનિક સાંત્વના પાઠવવી.
અમરેલી : ફખરૂદ્દીનભાઈ મુ. મુસ્તનશીરભાઈ ત્રવાડી (ઉ.72) તે બિલ્કીશબેનના પતિ, મુસ્તુફાભાઈના પિતાશ્રી, મ. મોહસીનભાઈ, મ. ફઝલેહુશેનભાઈ, મ. હમઝાભાઈ, રસુલભાઈ, યુસુફભાઈ-મુંબઈ, મ. મેહફુઝાબેન મ. અતેકાબેનના ભાઈનું અમરેલી મુકામે તા. 16નાં અવસાન થયું છે. જીયારતના સીપારા તા. 17નાં મગરીબ ઇશા નમાઝ બાદ 8 કલાકે ઓનલાઈન છે.
ચિત્તલ : દાઉદી વ્હોરા હુસેનભાઈ વલીભાઈ ભારમલ (ઉ.70) તે શેખ રજબભાઈના ભાઈ, મુર્તુજા, જુજર, આબીદના પિતાશ્રીનું તા. 16નાં અવસાન થયું છે. જીયારના સીપારા તા. 17નાં રાત્રે નમાજ બાદ ટેલિફોનિક છે.
મોરબી : સ્વ. મનસુખલાલ માવજીભાઈના પત્ની દેવપ્રભાબેન (ઉ.74) તે સંજયભાઈ, હિતેષભાઈ, વિશાલભાઈના માતુશ્રી, પ્રદીપભાઈ, અશોકભાઈ, નલીનભાઈ, દિનેશભાઈના ભાભીનું તા. 15નાં અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 17નાં 4 થી 6 છે.
રાજકોટ : ઔદિચ્ય ફાલાવાડી બ્રાહ્મણ અતુલ રાવલ તે મહાદેવરાય રતિલાલ તથા સરોજબેનના પુત્ર, મમતાબેનના પતિ, જીતુભાઈના પિતાશ્રી, જયશ્રીબેન શુક્લ, અલ્કાબેન દવે, દિપ્તીબેનના ભાઈનું 15મીએ અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 17નાં સાંજે 5 થી 6 છે.
રાજકોટ : ગિરીશભાઈ દોશી (ઉ.66) તે સ્વ. વનેચંદભાઈ જેચંદભાઈના પુત્ર, કુસુમબેન, સ્વ. અનિલભાઈ, શિરીષભાઈ, કમલેશભાઈ,નયનાબેન અને પારૂલબેનના ભાઈ, નીકુલભાઈ અને કિંજલબેનના પિતાશ્રી, હિંમતલાલ શ્રીમાંકરના જમાઈનું તા. 15મીએ અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે. ટેલિફોનિક બેસણું તા. 17મીએ સાંજે 4 થી 6 છે.
પીથલપુર (તા. તળાજા) : ઝાંઝમેર નિવાસી ભટ્ટ ચંદુલાલ જાદવજીના પુત્ર જયવંતભાઈ (ઉ.61) તે ઇન્દ્રવદન (એક્સ. આર્મી)ના નાનાભાઈ, નિમેષ તથા સ્વ. નિખિલના પિતાશ્રી, હિતાર્થ (બબલુ)ના દાદા, દક્ષાબેનના પતિનું તા. 16નાં અવસાન થયું છે. 19મીએ ટેલિફોનિક બેસણું છે.