તાલાલા (ગીર), તા.23 : ગીર સોમનાથ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચને જામવાળા ગીરથી વિદેશી દારૂ ભરાયેલ બોલેરો કાર ભોજદે ગીરના એડવેન્ચર ફાર્મ હાઉસમાં જઈ રહી હોવાની બાતમી મળતાં ભોજદે ગીરના એડવેન્ચર ફાર્મ હાઉસમાં જઈ તપાસ કરતાં વિદેશી દારૂની બોટલો નંગ 34 તથા એક બોલેરો કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
લોકલ ક્રાઈમ બ્રાંચનાં જણાવ્યા પ્રમાણે ગત રાત્રે જામવાળા ગીરથી વિદેશી દારૂ ભરી બોલેરો કાર ભોજદે ગીરના એડવેન્ચર ફાર્મ હાઉસમાં જતી હોવાની બાતમી મળતાં ગીર સોમનાથ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચે એડવેન્ચર ફાર્મ હાઉસમાં જઈ તપાસ કરતાં ફાર્મ હાઉસનાં પટાંગણમાં પડેલી બોલેરો કાર જી.જે.03 એલ.એમ.0963ની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 34 મળી આવી હતી. તપાસ દરમિયાન બોલેરો કાર ચાલક તુષારભાઈ શામજીભાઈ અકબરી (રે.ભોજદે વાળા)ની પૂછપરછ કરતાં વિદેશી દારૂની બોટલો નંગ 34 કિ.રૂા.9200 તથા એક બોલેરો કાર કિ.રૂા.5 લાખ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કરી વિદેશી દારૂ તથા કાર સહિત આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભોજદે ગીરના એડવેન્ચર ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂ પકડાયો
