દિલ ધડકને દોમાં પ્રિયંકાના પિતા બનતા હું ખચકાતો હતો: અનિલકપુર

ઝોયા અખ્તરની ફિલ્મ દિલ ધડકને દોમાં કમલ મહેરાના કેરેક્ટરમાં જોવા મળેલા અનિલ કપૂરને પ્રેક્ષકો તેમજ ક્રિટિક્સ તરફથી પોઝિટિવ રિવ્યૂ મળ્યા હતા. જો કે, હાલમાં તેમણે ખુલાસો કર્યો છે કે, શરુઆતમાં તેઓ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાના પિતાનો રોલ પ્લે કરવામાં ખચકાટ અનુભવી રહ્યા હતા. એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતાં અનિલ કપૂરે કહ્યું કે, તેઓ કરિયરની શરુઆતથી ઘણા હિંમતવાળા રહ્યા છે અને લમ્હેમાં પણ તેમણે એક ઉંમરવાળી વ્યક્તિનો રોલ પ્લે કર્યો હતો. પરંતુ પ્રિયંકા ચોપરાના પિતાનો રોલ નિભાવવો થોડું અજીબ હતું, કારણ કે પહેલા તેઓ બંને એક ફિલ્મમાં રોમન્ટિક કપલ તરીકે કામ કરવાના હતા. એક્ટરે કહ્યું કે, પ્રિયંકા ચોપરાના પિતા યાર. અમે એક ફિલ્મમાં સાથે કામ કરવાના હતા જેમાં મારા તેની સાથે રોમન્ટિક રિલેશનશિપ હતા. મને લાગ્યું કે, રણવીર સિંહ તો ન્યૂકમર છે યાર. આપને જણાવી દઈએ કે, પ્રિયંકા ઉંમરમાં અનિલ કપૂરથી 26 વર્ષ નાની છે. પ્રિયંકા 38 વર્ષની છે તો અનિલ કપૂર 64 વર્ષના છે.