પંત વનડે, ટી20 ટીમમાંથી બહાર કેમ ?

પંત વનડે, ટી20 ટીમમાંથી બહાર કેમ ?
ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી બ્રેડ હોગનો સવાલ
નવી દિલ્હી, તા. 23 : ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી બ્રેડ હોગે કહ્યું છે કે ભારતીય પસંદગીકર્તાઓએ ઋષભ પંતને વનડે અને ટી20 ટીમમાં સામેલ કરવો જોઈએ. બ્રેડ હોગના કહેવા પ્રમાણે ઋષભ પંત જે રીતે શોટ રમે છે તેના કારણે તેની સામે બોલિંગ કરવી મુશ્કેલ બને છે. બ્રેડ હોગે પોતાના યુટયુબ ચેનલ ઉપર કહ્યું હતું કે, તે ઋષભ પંતને વનડે અને ટી20 ટીમમાં રાખશે. કારણ કે તેની પાસે આત્મવિશ્વાસ છે. ટેસ્ટ શ્રેણીમાં બે મેચ વિજેતા ઈનિંગ રમીને તેણે પોતાની જાતને સાબિત કરી છે.
બ્રેડ હોગે કહ્યું હતું કે, ભારત માટે રમતા ઓસ્ટ્રેલિયન જમીન ઉપર આનાથી વધુ કંઈ મળી શકે નહી. પંતને અય્યરના સ્થારે ટીમમાં જગ્યા આપી હોત. વધુમાં ઉમેરવામાં આવ્યું હતું કે, બેટિંગ અને બોંિલંગમાં ઉંડાણ માટે ઓલરાઉન્ડર રમાડી શકાશે. ટી20 ટીમમાં પંત સંજૂ સેમસનની જગ્યાએ હોવો જોઈએ. બ્રેડ હોગે કહ્યું હતું કે, ઋષભ પંતને બોલિંગ કરવી મુશ્કેલ છે. કારણ કે તે ખુબ જ અલગ અલગ શોટ રમે છે જે બાકીના બેટસમેન કરતા અલગ હોય છે. વધુમાં હોગે કોહલીને કેપ્ટન તરીકે જાળવી રાખવાની પણ તરફેણ કરી હતી. બ્રેડ હોગે કહ્યું હતું કે, કોહલી કેપ્ટન રહેતા સારી બેટિંગ કરે છે. જો તેને હટાવવામાં આવશે તો ભારતીય કલ્ચર ઉપર પ્રભાવ પડશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer