BCCIના નિર્દેશને ધ્યાને લઈને ગઝઈઅ દ્વારા નિર્ણય
નવી દિલ્હી,તા. 23 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી શ્રેણીના બે ટેસ્ટ ચૈન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં દર્શકો વિના રમાશે. તમિલનાડુ ક્રિકેટ સંઘના સચિવ આર એસ રામાસ્વામી અનુસાર બે ટેસ્ટ મેચ કોરોના પરિસ્થિતિને ધ્યાને લઈને બીસીસીઆઈના નિર્દેશ અનુસાર દર્શકો વિના રમાશે.
ટીએનસીએના સચિવે નિર્ણયને પુષ્ટી આપી હતી. સાથે એક સકર્યુલર બહાર પડયું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોરોના મહામારીની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને બીસીસીઆઈએ ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન ખેલાડીઓની સુરક્ષા સાથે કોઈપણ જોખમ ન ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. જેના મુજબ બીસીસીઆઈ નિર્દેશ અનુસાર સાવચેતીના ભાગરૂપે પહેલા બે ટેસ્ટ મેચ પાંચથી 17 ફેબ્રુઆરી એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં દર્શકો વિના રમાડાશે.
ટીમ 27 જાન્યુઆરી સુધીમાં ચૈન્નઈ પહોંચવાની શક્યતા છે. બાયો બબલમાં પ્રવેશ કર્યા બાદ કોરોના પરિક્ષણ કરાવવું પડશે. કેન્દ્ર સરકારે હાલમાં જ ઘોષણા કરી હતી કે આઉટડોર ખેલ ગતિવિધીઓ નિયમોનું પાલન કરતા 50 ટકા દર્શકો સાથે કરી શકાય છે.
દર્શકો વિના રમાશે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે શરૂઆતી ટેસ્ટ
