તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરવા પહોંચ્યા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ
ચેન્નાઈ, તા. 23 : તામિલનાડુમાં મેમાં વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ કમર કસી છ.ઁ ત્યારે ચૂંટણી પ્રચાર અભિયાન માટે રાજયના ત્રણ દિવસના પ્રવાસે પહોંચેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા?હતા.
રાહુલે આરોપ મૂક્યો હતો કે, મોદીના મનમાં તામિલનાડુના લોકો, સંસ્કૃતિ અને ભાષા માટે કોઈ માન નથી.
કોઈમ્બતૂરમાં કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે, ‘ન્યૂ ઈન્ડિયા’ની મોદીની ધારણા મુજબ, તામિલનાડુના લોકો દેશના બીજા દરજ્જાના નાગરિકો હોવા જોઈએ.
આપણા દેશમાં તમામ ભાષાઓ- તમિળ, હિન્દી, બંગાળી, અંગ્રેજીનું એક સમાન સ્થાન છે. સર્વ ભાષા, સંસ્કૃતિનું સમાનભાવે સન્માન કરવું જોઈએ, તેવું તેમણે ઉમેર્યું હતું.
તમિળ ભાષા, સંસ્કૃતિ પર મોદીને માન નથી : રાહુલે કર્યા પ્રહાર
