દેશમાં 14 લાખથી વધુને અપાઈ કોરોના રસી

દેશમાં 14 લાખથી વધુને અપાઈ કોરોના રસી
સૌથી વધુ કર્ણાટકમાં 1.84 લાખ લોકોનું રસીકરણ: વીતેલા 24 કલાકમાં 3.47 લાખને રસીસુરક્ષા
નવી દિલ્હી, તા. 23 (પીટીઆઈ) : દેશભરમાં રસીકરણનો આરંભ થયા બાદથી અત્યાર સુધીમાં 14 લાખ લાભાર્થીઓને કોવિડ-19ની રસી લાગી ચૂકી છે જેમાંથી 3,47,058ને વીતેલા 24 કલાક દરમ્યાન આ રસી આપવામાં આવી હતી એમ સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું.
મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં સૌથી વધુ રસીકરણ કર્ણાટકમાં થયું છે જ્યાં 1,84,699 લોકોને કોવિડ-19 રસી આપવામાં આવી હતી આ પછી 1,33,298 લોકોને આંધ્રપ્રદેશમાં, 1,30,007ને ઓરિસ્સામાં અને 1,23,761ને ઉત્તરપ્રદેશમાં આપવામાં આવી હતી.
આ ઉપરાંત તેલંગાણામાં 1,10,031ને, 74,960ને મહારાષ્ટ્રમાં, 63,200ને બિહારમાં, 62,142ને હરિયાણામાં, કેરળમાં 47,293 અને મધ્યપ્રદેશમાં 38,278 લોકોને રસી આપવામાં આવી હોવાનું મંત્રાલયે જણાવ્યું હતું. એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે વીતેલા 24 કલાકમાં 6241 સેશન્સમાં 3,47,058 લોકોને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી રસી આપવા માટે કુલ 24408 સેશન્સ કરવામાં આવ્યાં છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer