મોરબીમાં પરપ્રાંતીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા : ચાલક સહિત બે શખસ ઝડપાયા

રિક્ષા ભાડાના ડખ્ખામાં ઢીમ ઢાળી દીધું
મોરબી, તા.1પ : મોરબીના પીપળી રોડ પર રિક્ષાભાડાના મામલે ઝઘડો કરી  પરપ્રાંતીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર રિક્ષાચાલક સહિત બે શખસોની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.
આ અંગેની વિગત એવી છે  કે મૂળ એમપી પંથકના અને હાલમાં મોરબી મહેન્દ્રનગર રોયલ પાર્કમાં નવા બની રહેલા બીલ્ડિંગની સાઈટ પર રહેતા અને મજૂરી કામ કરતા વિજય શંકર અખાડીયા નામનો પરપ્રાંતીય યુવાનની રિક્ષાચાલક સહિત બે શખસોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી નાસી છૂટયા હતા.
આ અંગે પોલીસે રોયલ પાર્કમાં રહેતા મલુ મોહનસીંગ ભાભોર નામના યુવાનની ફરિયાદ પરથી મોરબીના યોગીનગરમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે રાજો માધવજી જોગડીયા અને મૂળ ભુજના અને હાલમાં યોગીનગરમાં રહેતા અનીલ રામસીંગ યાદવ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વિજય અખાડીયાને રિક્ષાના ભાડા બાબતે માથાકૂટ થયા બાદ રાજેશ ઉર્ફે રાજુ અને અનીલ યાદવે છરીના ઘા ઝીંકી હત્યા
કરી નાખી હતી.પોલીસે રિક્ષા-છરી કબ્જે કરી બન્ને શખસોને જેલમાં ધકેલી દીધા હતા.
�ાં સચિવ એસસી ગર્ગની અધ્યક્ષતાવાળી પીપીએસી તરફથી કહેવામાં આવ્યું હતું કે, પહેલા જ નિર્ણય કરી લેવામાં આવ્યો છે કે અનુભવોને બોલીઓનો આધાર બનાવવામાં આવશે નહીં. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer