જૂનાગઢમાં પેટ્રોલ પંપના સંચાલકને તેના કમર્ચારીએ 28 લાખનો માર્યો ધુંબો

બેંકમાં ભરવાને બદલે થયો રફુચક્કર
જૂનાગઢ,તા.15 : જૂનાગઢનાં એક પેટ્રોલપંપના સંચાલકને તેનાં કર્મચારીએ રૂા.28 લાખ બેંકમાં ભરવાને બદલે રફુચક્કર થઈ છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગેની વિગત પ્રમાણે જૂનાગઢનાં શ્રીનાથનગર વિસ્તારમાં રહેતાં અને કણજા ખાતે વચ્છરાજ પેટ્રોલ પંપ ધરાવતાં પરબત ગાંગાભાઈ પરમારનાં પંમ્પમાં કામ કરતાં સુરતના હાર્દિક હીરાભાઈ મોરડીયાને રૂ.28 લાખ રોકડા જૂનાગઢની દીવાન ચોકમાં આવેલ એસબીઆઈમાં આર.જી.જી.એસ. કરવા માટે આપ્યા હતાં.
આ કર્મચારી મોતીબાગ પાસેની એકસીસ બેંક પાસે ઉતરી દીવાન ચોકમાં બેંકમાં ભરવાને બદલે રૂા.28 લાખ લઈ નાસી ગયો હતો. આ અંગે પરબતભાઈ પરમારે ‘સી’ ડીવીઝન પોલીસમાં હાર્દિક મોરડીયા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer