TRP કૌભાંડ: અર્નબની વોટસએપ ચેટ લીક

TRP કૌભાંડ: અર્નબની વોટસએપ ચેટ લીક
મુંબઈ પોલીસની પૂરક ચાર્જશીટમાં 500થી વધુ પાનાની ચેટ સાથે અનેક સ્ફોટક પુરાવા
મુંબઈ તા.1પ : બોગસ ટીઆરપીના કેસમાં પત્રકાર અર્નબ ગોસ્વામી બરાબર ફસાઈ ગયા છે. જે ટીઆરપી કૌભાંડમાં મુંબઈ પોલીસે પુરક આરોપ પત્ર દાખલ કર્યુ છે. જેમાં પ00થી વધુ પાનાની અર્નબની કથિત વોટસએપ ચેટને પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા છે.
રિપબ્લિક ટીવીના સંપાદક અર્નબ ગોસ્વામી અને બીએઆરસીના પુર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તા વચ્ચે થયેલી કથિત વાતચીતની જે ચેટ લિક થઈ છે તેમાં અનેક રાઝ ખુલ્યા છે. ત્રણ દિવસ પહેલા દાખલ કરવામાં આવેલા પુરક આરોપ પત્રમાં ઈમેઈલ, વોટસએપ ચેટ પુરાવા રૂપે રજૂ કરવામાં આવ્યા છે. દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલીક વોટસએપ ચેટ વાયરલ થઈ છે જે અર્નબ અને પાર્થો વચ્ચે થયેલી હોવાનું કહેવાય છે. કથિત વોટસએપ ચેટમાં ઓમર અબ્દુલા, મહેબૂબા મુફતીથી માંડી, પ્રકાશ જાવડેકર અને પીએમઓના ઉલ્લેખ સાથેની વાતચીત તથા તેની ચેનલે હરીફોની તુલનાએ કેવા મુદાઓ ઉઠાવ્યા તે વિશે હોવાનું કહેવાય છે.
તા.30 ઓગષ્ટની કથિત વાતચીતમાં અર્નબ જયારે એવું કહે છે કે તે કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરને મળી રહ્યા છે તો પાર્થો જાવડેકરને ‘કોઈ કામના ન હોવા’ તરીકે પ્રતિભાવ આપે છે. જેના પર અર્નબ કહે છે કે તે બેઠક પીએમઓ માટે ન હતી. પીએમઓ સાથે અલગ રીતે પહોંચી વળાઈ રહ્યંy છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer