ખેડૂત આંદોલનથી રિલાયન્સ, વૉલમાર્ટને કરોડોનું નુકસાન

ખેડૂત આંદોલનથી રિલાયન્સ, વૉલમાર્ટને કરોડોનું નુકસાન
ખેડૂતોના ગુસ્સાને પગલે નામી કોર્પોરેટ કંપનીઓનો ધંધો ઠપ
નવી દિલ્હી, તા.1પ : નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોની નારાજગીની અસર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, વૉલમાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓના સ્ટોર પર પણ માઠી અસર જોવા મળી રહી છે. કંપનીઓને કરોડોનું નુકસાન વેઠવા સાથે સ્ટોર બંધ કરી દેવા ફરજ પડી છે.
અહેવાલ મુજબ પંજાબમાં રિલાયન્સનના અડધાથી વધુ 100 જેટલા સ્ટોર ગત ઓકટોબરથી બંધ છે. વૉલમાર્ટ પણ બઠિંડામાં પ0,000 વર્ગ ફૂટમાં ફેલાયેલો પોતાનો હૉલસેલ સ્ટોર બંધ કરવો પડયો છે. નામ જાહેર ન કરવાની શરતે સૂત્રોએ જણાવ્યુ કે પંજાબમાં ખેડૂતોનો રોષ વધુ છે. કંપનીઓને પોતાના સ્ટોરમાં તોડફોડ થવાનો ભય છે. એટલે સંપત્તિ અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાને લઈ કંપનીઓએ સ્ટોર જ બંધ કરી દીધા છે. રિલાયન્સ અને વૉલમાર્ટને સ્ટોર બંધ થવાથી કરોડો રૂ.નું નુકસાન થયાનું રિટેઈલ બિઝનેસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતુ. વૉલમાર્ટ દેશમાં ર9 સ્ટોર ધરાવે છે અને બઠિંડાનો સ્ટોર બંધ થતાં કંપનીને આશરે પ9 કરોડનું નુકસાન થયુ છે. જોકે, આ મામલે બન્ને કંપનીઓએ સત્તાવાર ટિપ્પણી કરી નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer