રવીયજુર્વેન્દ્ર જીતની જોડી: T-20માં ભારત 1-0થી આગળ

રવીયજુર્વેન્દ્ર જીતની જોડી: T-20માં ભારત 1-0થી આગળ
ભારત 7/161- ઓસ્ટ્રેલિયા 7/150
કેનબેરા તા.4: ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધના પહેલા ટી-20 મેચમાં ભારતનો 11 રને શાનદાર વિજય થયો છે. ટીમ ઇન્ડિયાના 7 વિકેટે 161 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 1પ0 રને હાંફી ગઇ હતી. આ જીતથી ટીમ ઇન્ડિયા ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-0થી આગળ થયું છે. આ મેચની ખાસ વાત એ રહી હતી કે રવીન્દ્ર જાડેજાના કંકશન સબ્સ્ટિટયૂટ યર્જુવેન્દ્ર ચહલ મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 2પ રનમાં 3 વિકેટ લીધી હતી. તો રવીન્દ્રે આતશી બેટિંગ કરીને અણનમ 44 રન ફટકાર્યાં હતા. આમ જાડેજા-ચહલના મિશ્રણથી ઓસ્ટ્રેલિયા સામેના પહેલા ટી-20 મેચમાં ભારતનો વિજય થયો હતો. આ સિવાય ભારત તરફથી કેએલ રાહુલે અર્ધસદી ફટકારી હતી, તો પોતાના ડેબ્યૂ મેચમાં નટરાજને 30 રનમાં 3 વિકેટ લઇને પ્રભાવશાળી દેખાવ કર્યોં હતો. હવે શ્રેણીનો બીજો મેચ રવિવારે સિડનીમાં રમાશે.
ભારતના 162 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ સંગીન પ્રારંભ કરીને પહેલી વિકેટમાં સુકાની એરોન ફિંચ અને ડાર્સી શોર્ટે 46 દડામાં પ6 રનની ભાગીદારી કરી હતી. જો કે આ બન્ને અનુક્રમે 3પ અને 34 રને આઉટ થવાની સાથે ભારતે મેચ પર પકડ જમાવી હતી. સ્ટાર સ્મિથ (12) અને મેકસવેલ (2) નિષ્ફળ રહ્યા હતા. જયારે ઓલરાઉન્ડર મોઇસ હેનરિકસે 20 દડામાં 30 રનનું ઝડપી યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ચહલ અને નટરાજને 3-3 અને દીપક ચહરે 1 વિકેટ લીધી હતી. સ્પિનર વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં ફકત 16 રન જ આપ્યા હતા.
આ પહેલા ભારતે ઉપસુકાની કેએલ રાહુલના 40 દડામાં પ ચોકકા-1 છકકાથી પ1 અને આખરી ઓવરમાં રવીન્દ્ર જાડેજાના ફટકાબાજી કરીને માત્ર 23 દડામાં પ ચોકકા-1 છકકાથી આતશી અણનમ 44 રનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 161 રનનો પડકારરૂપ સ્કોર બનાવ્યો હતો. સુકાની કોહલી (9), ધવન (1), મનીષ પાંડે (2) નિષ્ફળ રહ્યા હતા. સંજૂ સેમસને 1પ દડામાં 1 ચોકકા-1 છકકાથી 23 અને હાર્દિકે 16 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી હેનરિકસે 22 રનમાં 3 અને સ્ટાર્કે 34 રનમાં 2 વિકેટ લીધી હતી.
ભારત: કે એલ રાહુલ બો.એબોટ બો.હેન્રીકવેસ 51, એસ ધવન બો.સ્ટાર્ક 01, વિરાટ કોહલી કો.એન્ડ બો.સ્વેપસન 09, સેમસન કો.સ્વેપસન બો.હેન્રીક્વેસ 23, એમ કે પાંડે કો.હૈઝવુડ બો.ઝંપા 02, હાર્દિક પંડયા કો.સ્મીથ બો.હેન્રીકવેસ 16, રવિન્દ્ર જાડેજા નોટઆઉટ 44, વોશિંગ્ટન સુંદર કો.એબોટ બો.સ્ટાર્ક 07, ચહર નોટઆઉટ 00, વધારાના 08, કુલ (20 ઓવરમાં 7 વિકેટે) 161. વિકેટ: 1-11, 2-48, 3-86, 4-90, 5-92, 6-114, 7-152. બોલિંગ: સ્ટાર્ક : 4-0-32-2, હૈઝવુડ: 4-0-39-0, ઝંપા: 4-0-20-1, એબોટ: 2-0-23-0, સ્વેપસન: 2-0-21-1, હેન્રીક્વેસ: 4-0-22-3.
ઓસ્ટ્રેલિયા: શોર્ટ કો.પંડયા બો.નટરાજન 34, ફિન્ચ કો.પંડયા બો.ચહલ 35, સ્મિથ કો.સેમસન બો.ચહલ 12, મેક્સવેલ એલબીડબલ્યુ નટરાજન 02, હેનરીક્ષ એલબી ચહર 30, વાડે કો.કોહલી બો.ચહલ 30, વાડે કો.કોહલી બી.ચહલ 07, એબોટ નોટઆઉટ 12, સ્ટાર્ક બો.નટરાજન 01, સ્વેપસન નોટઆઉટ 12, વધારાના 05, કુલ (20 ઓવરમાં 7 વિકેટે) 150. વિકેટ: 1-56, 2-72, 3-75, 4-113, 5-122, 6-126, 7-127. બોલિંગ: ચહર: 4-0-29-1, વોશિંગ્ટન સુંદર: 4-0-16-0, શમી: 4-0-46-0, નટરાજન: 4-0-30-3, ચહલ: 4-0-25-3.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer